Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અસલી શિવસેના બાબતે ઉદ્ધવ ઠાકરે જૂથને સુપ્રીમ કોર્ટનો ઝટકો :શિવસેનાના વાસ્તવિક ટેગ, પ્રતીક માટે એકનાથ શિંદે જૂથની અરજી પર નિર્ણય લેવાની ચૂંટણી પંચને મંજૂરી :શિંદે કેમ્પના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ઠાકરે જુથની અરજી કોર્ટે ફગાવી


ન્યુદિલ્હી : શિંદે જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજીનો નિર્ણય સુપ્રીમ કોર્ટ ન કરે ત્યાં સુધી ચૂંટણીપંચની કાર્યવાહી પર સ્ટે મૂકવાની ઠાકસે જૂથની  અરજીને કોર્ટે ફગાવી દીધી હતી જેમાં ચૂંટણી પંચ (ECI)ની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી.

ઉદ્ધવ ઠાકરે છાવણીને મોટો આંચકો આપતાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે ભારતના ચૂંટણી પંચને એકનાથ શિંદે જૂથની અરજી પર નિર્ણય લેવાની મંજૂરી આપી કે તે શિવસેનાને 'વાસ્તવિક' શિવસેના તરીકે માન્યતા આપે અને તે ધનુષ્ય અને તીરના પ્રતીકનો ઉપયોગ કરે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાની ખંડપીઠે ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી .

ખંડપીઠે કહ્યું, "અમે નિર્દેશ આપીએ છીએ કે ચૂંટણી પંચની કાર્યવાહી પર કોઈ સ્ટે નહીં આવે. સ્ટે માંગતી વચગાળાની અરજી ફગાવી દેવામાં આવે છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:24 pm IST)