Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

આઇએએસ અધિકારી પૂજા સિંઘલની તબિયત અચાનક બગડતાં રાંચી રિમ્સમાં દાખલ: કરોડોના મનરેગા કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસની આરોપી: ૪ મહિનાથી જેલમાં

નવી દિલ્હી : મનરેગા કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલી ઝારખંડની આઇએએસ અધિકારી પૂજા સિંઘલની તબિયત અચાનક બગડતાં તેમને રાંચી રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.  તેમની તબિયત વધુ ખરાબ હોવાનું કહેવાય છે.  ઇડીએ ૧૧ મેના રોજ તેની ધરપકડ કરી હતી.

પૂજા સિંઘલને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ આજે મંગળવારે મોડી રાત્રે તેમને હોટવાર જેલમાંથી રાંચી રિમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.  તેમની કાર્ડિયોલોજી વિભાગમાં સારવાર ચાલી રહી છે.  પૂજા સિંઘલ બિરસા મુંડા સેન્ટ્રલ જેલ હોટવાર જેલમાં બંધ હતી. તે ચાલી પણ શકતિ ન હતિ.  તેમને વ્હીલ ચેર પર હોસ્પિટલના ટ્રીટમેન્ટ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા.

(11:55 pm IST)