Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

યોગીના મંદિરના મામલામાં નવો ટ્વિસ્ટ :મંદિરમાંથી યોગીની મૂર્તિ ગાયબ: મંદિર બનાવનાર પણ લાપતા

આ મંદિર સરકારી જમીન પર કબજો કરીને બનાવાયું હોવાનો વિવાદ:તપાસ ચાલુ છે ત્યાં હવે મૂર્તિ ગાયબ થઈ ગઈ

અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંદિરના મામલામાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. આ મંદિરમાંથી યોગીની મૂર્તિ ગાયબ થઈ ગઈ છે અને મંદિર બનાવનાર પ્રભાકર મૌર્ય પણ ગુમ છે. આ મંદિર સરકારી જમીન પર કબજો કરીને બનાવાયું હોવાનો વિવાદ થયો હતો. તેની તપાસ ચાલુ છે ત્યાં હવે મૂર્તિ ગાયબ થઈ ગઈ છે.

સાક્ષીઓએ જણાવ્યું હતું કે, રવિવારે બપોરે કારમાં આવેલા પાંચેક લોકો મૂર્તિ ઉઠાવીને લઈ ગયા અને મંદિરના દરવાજા પર તાળું લગાવી દીધું. આ લોકો કલેક્ટર ઓફિસમાંથી આવ્યા હોવાનું કહેવાય છે

આ મંદિર બનાવનાર પ્રભાકર મૌર્યના કાકા રામનાથ મૌર્યે સીએમ પોર્ટલ પર ફરિયાદ કરી હતી કે યોગીજીનું મંદિર બન્યું છે એ ઉજ્જડ જમીન પર તેમના પૂર્વજોએ દાયકાઓથી કબજો જમાવ્યો હતો. જમીન પરનાં વૃક્ષો પ્રભાકરે વેચી દીધાં અને મુખ્યમંત્રીનું મંદિર બનાવીને જમીન પર કબજો કર્યો હતો. આ આક્ષેપના પગલે વિવાદ થતાં મુખ્યમંત્રી ઓફિસમાંથી મળેલી સૂચનાના પગલે વહીવટીતંત્રે મંદિરમાંથી મૂર્તિ હટાવી દીધી હોવાનું મનાય છે. આ જમીન આચાર્ય નરેન્દ્રદેવ કૃષિ યુનિવર્સિટીની છે

(12:36 am IST)