Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

શિક્ષિકાને પાકિસ્તાનની જીતનો જશ્ન ભારે પડ્યો વ્હોટ્સએપ સ્ટેટસ પર ખુશી વ્યક્ત કરતા સ્કુલની નોકરીમાંથી કાઢી મુકાઈ

ઉદયપુરની એક સ્કૂલની શિક્ષિકાએ પાકિસ્તાનની જીતની ખુશી પોતાના વોટ્સએપના સ્ટેટ્સ પર રાખ્યું :નીચે કેપ્શનમાં તેણીએ ‘we – won’ અને ‘આપણે જીતી ગયા’ જેવું લખાણ પણ લખ્યું

ઉદયપુરની એક શિક્ષિકાએ પાકિસ્તાનની જીતની ખુશીનો સ્ટેટ્સ પોતાના વોટ્સએપ પર મુકતા તેના ફરજ પરથી કાઢી મુકવામાં આવી છે. શિક્ષિકા એક ખાનગી સ્કુલમાં ફરજ બજાવી રહી હતી. આ શિક્ષિકાએ પાકિસ્તાનની જીત બાજ જશ્ન મનાવ્યો હતો. શિક્ષિકા રાજસ્થાનના ઉદયપુરમાં નીરજા મોદી સ્કૂલમાં નોકરી કરતી હતી.

ગત રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી પ્રથમ ટી 20 મેચમાં ભારતની હાર થઈ હતી. જેથી ભારતીયોમાં ભારે નિરાશા પણ જોવા મળી રહી છે. જો કે, રાજસ્થાનના ઉદયપુરની એક સ્કૂલની શિક્ષિકાએ પાકિસ્તાનની જીતની ખુશી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ વોટ્સએપના સ્ટેટ્સ પર રાખ્યું હતું અને નીચે કેપ્શનમાં તેણીએ ‘we – won’ અને ‘આપણે જીતી ગયા’ જેવું લખાણ પણ લખ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેણી સામે પગલા લેવમાં આવ્યા હતા.

શિક્ષિકાએ પાકિસ્તાની ખેલાડીઓની તસવીર સાથે ‘વી વોન’નો ઉલ્લેખ કરતાં ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે એક વ્યક્તિએ શિક્ષિકાને પૂછ્યું કે શું તમે પાકિસ્તાનનું સમર્થન કરો છો, ત્યારે નફીસાએ હા કહેતા જવાબ આપ્યો હતો. વ્હોટ્સએપ પર શિક્ષિકાના સ્ટેટસનો સ્ક્રીન શૉટ વાઇરલ થયા બાદ, શાળા-સંચાલકે શિક્ષિકાને નોકરી પરથી કાઢી મૂક્યાં હતાં.

(10:09 pm IST)