Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

આસામ ભાજપના સીએમ હિમંતા બિસ્વા સરમાને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ચૂંટણીપંચે નોટિસ આપી

ભારતના ચૂંટણી પંચે (ઈ.સી.એ) આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાને નોટિસ મોકલીને ચૂંટણીપંચની  આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે જવાબ માંગ્યો છે.

કોંગ્રેસે વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન તેમની કથિત ટિપ્પણી અને "સત્તાનો દુરુપયોગ" કરવા બદલ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા સામે કડક કાર્યવાહીની માગણી કર્યા પછી, ભારતના ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના  ઉલ્લંઘન સબબ રાજ્યના મુખ્ય પ્રધાનને નોટિસ મોકલી, આજે  ૨૬ પહેલા તેમના જવાબની માંગણી કરી છે. જો નિયત સમયમાં જવાબ નહીં મળે તો ચૂંટણી પંચ એક તરફી કાર્યવાહી હાથ ધરશે.
સીએમને આપેલી નોટિસમાં, ઈસી એ લખ્યું છે કે, "આયોગને ૨ ફરિયાદો મળી છે, જેમાં આરોપ છે કે તમે, મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી, આસામના  સ્ટાર પ્રચારક તરીકે વિવિધ ચૂંટણી સભાઓમાં ઘણી બધી જાહેરાતો કરી છે."

કોંગ્રેસે મંગળવારે માંગ કરી હતી કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન તેમની કથિત ટિપ્પણી અને "સત્તાનો દુરુપયોગ" કરવા બદલ લાંચ લેવાનો કેસ નોંધવામાં આવે.  આસામના પ્રભારી જિતેન્દ્ર સિંહની આગેવાની હેઠળના કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચ (EC) ને મળીને આગામી પેટાચૂંટણી માટે મતદારોને લલચાવવા માટે "સરકારી મશીનરીનો દુરુપયોગ" કરવા બદલ મુખ્યમંત્રી સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

(12:24 am IST)