Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે, હું વચન આપું છું કે સમીર વાનખેડે તેની વરદી ગુમાવશે: નવાબ મલિક

મુંબઇ: રાજદીપ સરદેસાઈ સાથેની એક મુલાકાતમાં, મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે નેશનલ ક્રાઈમ બ્યુરો.. એનસીબી.. ના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડે તેની નોકરી ગુમાવશે.

નવાબ મલિક સમીર વાનખેડે પર તૂટી પડ્યા હતા. વાનખેડે  મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યા છે જેમણે આર્યન ખાન અને અન્ય લોકોને લગભગ ત્રણ અઠવાડિયાથી જેલમાં પૂર્યા છે.  વાનખેડે અને તેમના પરિવારે મલિકના આરોપોને જુઠ્ઠાણા અને મજાકસમા ગણાવ્યા છે.
ઈન્ડિયા ટુડે ટીવીના કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈ સાથેની મુલાકાતમાં નવાબ મલિકે કહ્યું કે આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે અને તેણે ભારપૂર્વક જણાવ્યું છે કે NCBના સમીર વાનખેડે તેની નોકરી ગુમાવશે.
 પ્ર: એવું કહેવામાં આવે છે કે તમે તેને સમીર વાનખેડે સામે વ્યક્તિગત લડાઈ બનાવી છે.  તે કેટલું સાચું છે?
આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી.  NCBનો આશય આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવાનો છે.  અમુક ગ્રામ ડ્રગ્સના કેસ સ્થાનિક પોલીસને હેન્ડલ કરવા માટેના છે.  NCBએ ૩૫ વર્ષમાં આવું કર્યું નથી.  રમતની શરૂઆત રિયા ચક્રવર્તીથી થઈ હતી.  તેના પરના આરોપ ખોટા હતા અને હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કરરેલ.  પછી એક કેસ એવો આવ્યો કે ફિલ્મોમાં લોકો ડ્રગ્સ લે છે.  ૨૫ જેટલા લોકોને બોલાવવામાં આવ્યા હતા.  પરંતુ ચાર્જશીટ કે ક્લોઝર રિપોર્ટ નથી.  તેઓ જ્યારે ઇચ્છે ત્યારે કોઇને બોલાવવા માટે આ ખુલ્લા કેસનો ઉપયોગ કરે છે.  ડ્રગ વ્યસનીઓને પુનર્વસનમાં મોકલવા જોઈએ.  જો કોઈએ ડ્રગ્સનું સેવન કર્યું હોય, તો તેની તપાસ કરો અને ખાતરી કરો કે તેને સજા થાય છે.  પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
 પ્ર: શું તમારા જમાઈની ધરપકડ અને સમીર વાનખેડે સામેના તમારા આરોપો વચ્ચે કોઈ સંબંધ નથી?  શું કોઈ વેરભાવ નથી?
આ અન્યાય છે.  જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે મેં કહ્યું હતું કે કાયદાથી ઉપર કોઈ નથી અને ન્યાયતંત્ર કેસનો નિર્ણય કરશે.  આઠ મહિનાથી વધુ સમય પછી તે જામીન પર બહાર આવ્યો અને મેં સમજાવ્યું કે આરોપો ખોટા હતા.  તેની પાસેથી કંઈ મળ્યું ન હતું.  પરંતુ અમે દરેક બાબત પર નજર રાખી રહ્યા હતા.  અમે આ મામલાની તપાસ કરી અને ક્રુઝ રેઈડ દરમિયાન જોવા મળેલા બે લોકો વિશે પ્રશ્નો ઉઠાવ્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં
નવાબ મલિકનું કહેવું છે કે તેમને એનસીબીના સમીર વાનખેડેને નિશાન બનાવવાની ધમકીનો ફોન આવ્યો હતો.
સમીર વાનખેડે નવાબ મલિકના પત્રને મજાક ગણાવે છે, કહે છે તમે જે ઈચ્છો તે કરો..
પ્ર: તમે સમીર વાનખેડે સામે કોર્ટમાં કેમ નથી જતા?
અમે પુરાવા સાથે પ્રશ્નો ઉઠાવ્યા છે.  કેસ નોંધવામાં આવશે અને મામલાની તપાસ કરવામાં આવશે, અને ખંડણી રેકેટનો પર્દાફાશ કરવામાં આવશે.  NCBના પોતાના પંચ જ ખંડણીના આરોપો લગાવી રહ્યા છે.  આ બતાવે છે કે આપણે જે કહીએ છીએ તે સાચું છે.
પ્ર: શું તમને 100% ખાતરી છે કે સમીર વાનખેડેએ પોતાનું જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હતું અને IRS નોકરી મેળવવા માટે પોતાને દલિત બતાવ્યો હતો?  તેની પત્નીએ તેનો ઈન્કાર કર્યો છે.
અમને 100% ખાતરી છે.  હું આવતીકાલે ટ્વિટર પર તેમનો નિકાહનામા પોસ્ટ કરીશ. મેં ટાંકેલ તમામ દસ્તાવેજો મૂળ છે.  જો તેઓ બનાવટી હોય, તો તેમને અસલ બતાવવા દો.
 પ્ર: શું હિન્દુ-મુસ્લિમ રાજકારણ નથી?
આ સંપૂર્ણ બનાવટી વાત છે.  ભાજપે શરૂઆતમાં કહ્યું હતું કે એક મુસ્લિમ; મરાઠા-બ્રાહ્મણ અધિકારી પર આરોપો લગાવી રહ્યો છે.  જો કોઈ દલિત; ઈસ્લામ કે ઈસાઈ ધર્મ અપનાવે તો તેને અનામતનો લાભ મળી શકે નહીં.  કાયદો છે.  તેઓ મુસ્લિમ હતા અને IRS નોકરી માટે બનાવટી પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો હતો.  અમે સાબિત કરીશું કે તેણે ગરીબ દલિતનો અધિકાર છીનવી લીધો છે;  તે આ નોકરી ગુમાવશે.  હું આ વચન આપું છું.  આ કેવી રીતે વ્યક્તિગત હુમલો છે?  અન્યાય થશે તો હું લડીશ.
 પ્ર: જો તમે ખોટા સાબિત થાવ છો, તો શું તમે મંત્રી પદ છોડશો?
જો મેં રજૂ કરેલ કોઈપણ દસ્તાવેજ બનાવટી જણાય તો હું રાજીનામું આપવા તૈયાર છું.  નહિંતર, તેણે છોડવું પડશે.  મારા જમાઈને ફસાવવામાં આવ્યો હતો, આર્યન ખાનને ફસાવવામાં આવ્યો છે

(12:59 am IST)