Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ભારતની કોવેક્સિન માટે હજી સુધી કોઈ મંજૂરી આપી નથી: ડબ્લ્યુ.એચ.ઓ. કહે છે કે ભારત બાયોટેક પાસેથી 'વધારાની સ્પષ્ટતાઓ' મળવી જરૂરી

 

નવી દિલ્હી :  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ જણાવ્યું હતું કે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે તે પહેલાં ભારતની કોવિડ -૧૯  રસી 'કોવેક્સિન'ના અંતિમ મૂલ્યાંકન માટે ભારત બાયોટેક તરફથી "વધારાની સ્પષ્ટતાઓ" જરૂરી છે. આમ કોવેકસીનના ઈમરજન્સી ઉપયોગને હજી વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંજૂરી આપી નથી

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક, જેણે કોવિડ રસી કોવેક્સિન વિકસાવી છે, તેણે રસીના ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) માટે ૧૯ એપ્રિલના રોજ ડબ્લ્યુએચઓને ઈઓઆઈ (રસની અભિવ્યક્તિ) સબમિટ કરી હતી

(1:01 am IST)