Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરના એડવોકેટ બનેવી જે.બી. ઠુમ્મરે બગીચામાં ફીનાઇલ પીધું: પૂર્વ ડે. મેયર અસ્વીન મોલિયા સહિત ૧૦ જણા બે કરોડ રૂપિયા પાછા આપતા ન હોઈ પગલું ભર્યું

રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરના બનેવી રૈયા રોડ વીમા નગર શેરી ન.૨માં રહેતા એડવોકેટ જયંતીભાઈ બચુભાઈ (જે.બી.) ઠુમ્મરએ સાંજે કુવાડવા રોડ પર આવેલા પારૂલ બગીચામાં ફીનાઇલ પી લેતા આ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે. કારણ કે ફીનાઇલ પીવા પાછળ પૂર્વ ડેપ્યુટી મેયર અસ્વીન મોલિયાનું નામ ઉછળ્યું છે.

ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસની ટીમે હોસ્પિટલમાં પહોંચી નિવેદન નોંધવા તજવીજ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જે.બી. ઠુમ્મરએ કેટલાક વર્ષો પહેલા અસ્વીન મોલિયા સહિત દસને બે કરોડ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. લાંબા સમયથી આ રકમ તેઓ પાછી આપતા ન હોવાથી કંટાળીને આ પગલું ભર્યાનું બહાર આવી રહ્યું છે. વધુ વિગતો મેળવાઈ રહી છે.દરમિયાન શ્રી ભુપતભાઇ બોદરે ઘટનાને સમર્થન આપતા કહ્યું હતું કે તેમના એડવોકેટ બનેવી જે.બી. ઠુમ્મર સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. અસ્વીન મોલિયા મોટી રકમ પરત ન કરતા હોવાની વાતને પણ સમર્થન મળ્યું છે. પોલીસ વધુ તપાસ કરે છે.

(9:32 am IST)