Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જિયો-બ્રિટિશ પેટ્રોલિયમનું પ્રથમ મોબિલિટી પેટ્રોલ-પમ્પ નવી મુંબઈમાં શરૂ

૨૦૧૯માં બ્રિટિશ પેટ્રોલિયમે રિલાયન્સની માલિકીના ૧,૪૦૦થી વધારે પેટ્રોલ પમ્પ તથા ૩૧ વિમાન ઈંધણ (એટીએફ) સ્ટેશનોમાં ૪૯ ટકા ભાગીદારી હસ્તગત કરી હતી

મુંબઈ,તા.૨૭: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) અને બ્રિટિશ પેટ્રોલિયમના ઈંધણ અને મોબિલિટી માટેના સંયુકત સાહસ, રિલાન્સ બીપી મોબિલિટી લિમિટેડે (આરબીએમએલ) તેનું પ્રથમ જિયો-બીપી બ્રાન્ડનું મોબિલિટી સ્ટેશન (પેટ્રોલ અને ઈલેકિટ્રક ચાર્જિંગ) નવી મુંબઈ શહેરના નાવડે ઉપનગરમાં શરૂ કર્યું છે. આ પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઈલેકિટ્રક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન તથા અન્ય ઈંધણ ઉપલબ્ધ કરાય છે. ૨૦૧૯માં બ્રિટિશ પેટ્રોલિયમે રિલાયન્સની માલિકીના ૧,૪૦૦થી વધારે પેટ્રોલ પમ્પ તથા ૩૧ વિમાન ઈંધણ (એટીએફ) સ્ટેશનોમાં ૪૯ ટકા ભાગીદારી હસ્તગત કરી હતી. આરબીએમએલમાં રિલાયન્સનો હિસ્સો ૫૧ ટકા છે.

ભારતમાં ઈંધણ અને પરિવહન બજાર ઝડપથી આગળ વધી રહ્યું છે. રિલાયન્સના હાલના નેટવર્ક પરના ૧,૪૦૦ પેટ્રોલ પમ્પ્સને જિયો-બીપીનું નવું નામ આપવામાં આવ્યું છે. આ પેટ્રોલ પમ્પ્સમાં ઉચ્ચ ગુણવત્ત્।ાનું ઈંધણ આપવામાં આવશે. સાથોસાથ, આ સ્ટેશન્સમાં ગ્રાહકોને ખાનપાન સેવા પણ પૂરી પાડવામાં આવશે.

(10:13 am IST)