Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પાકિસ્તાનની એવી મહિલાઓ, જેમને બીજો પુરૂષ પસંદ આવતા જ તોડી નાખે છે લગ્ન

અહીંની મહિલાઓ તૈયાર થવાની ઘણી શોખીન છેઃ માથા પર ખાસ પ્રકારની ટોપી અને ગળામાં પત્થરોની રંગીન માળાઓ પહેરે છે

કરાંચી,તા. ૨૭: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બોર્ડર પર કલાશા જનજાતિની પાકિસ્તાનની સૌથી ઓછી સંખ્યા વાળા લઘુમતીમાં ગણના થાય છે. આ જનજાતિના સભ્યોની સંખ્યા લગભગ ૪ હજાર છે. તે પોતાના અજીબોગરીબ અને કેટલાક મામલામાં આધુનિક પરંપરાઓને લઇને ઓળખાય છે. જેમ કે આ સમુદાયની મહિલાઓની બીજો પુરુષ પસંદ આવી જાય તો પોતાના લગ્ન તોડી નાખે છે.

 કલાશા સમુદાય ખૈબર પખ્તુનખ્વ્વા પ્રાંતમાં ચિત્રાલ ઘાટીના બામ્બુરાતે, બિરીર અને રામબુર ક્ષેત્રમાં રહે છે. આ સમુદાય હિન્દુ કુશ પહાડોથી ઘેરાયેલ છે અને માન્યતા છે કે આ પર્વત શ્રુંખલાથી ઘેરાયેલી હોવાના કારણે તેમની સભ્યતા અને સંસ્કૃતિ સુરક્ષિત છે. આ પહાડના ઘણા ઐતિહાસિક સંદર્ભ છે, જેમ કે આ વિસ્તારમાં સિકંદરની જીત પછી તેને કૌકાસોશ ઇન્દિકૌશ કહેવામાં આવતી હતી. યૂનાની ભાષામાં તેનો અર્થ હિન્દુસ્તાની પર્વત. તેમને સિકંદર મહાનના વંશજ પણ માનવામાં આવે છે.

૨૦૧૮માં પ્રથમ વખત કલાશા જનજાતિને પાકિસ્તાનની જનગણના દરમિયાન અલગ જનજાતિ તરીકે સામેલ કરવામાં આવી હતી. આ ગણના પ્રમાણે આ સમુદાયમાં કુલ ૩૮૦૦ લોકો સામેલ છે. અહીંના લોકો માટી, લાકડા અને કાદવથી બનેલા નાના નાના ઘરોમાં રહે છે અને કોઇ પણ તહેવાર પર મહિલા અને પુરુષ બધા મળીને દારૂ પીવે છે.

આ જનજાતિમાં સંગીત દરેક પ્રસંગને ખાસ બનાવી દે છે. આ તહેવાર પર વાંસળી અને ડ્રમ બજાવતા નાચે અને ગાય છે. જોકે અફઘાન અને પાકિસ્તાનના બહુસંખ્યકોના ડરના કારણે આ આવા પ્રસંગે પણ પારંપરિક અસ્ત્ર શસ્ત્રથી લઇને આધુનિક બંદૂક પણ રાખે છે.

કલાશા જનજાતિમાં ઘરમાં કમાવવાનું કામ મોટાભાગે મહિલાએ સંભાળી લીધું છે. તે ઘેટા-બકરીઓ ચરાવવા માટે પહાડો પર જાય છે. ઘર પર જ પર્સ અને રંગીન માળાઓ બનાવે છે. જેને વેચવાનું કામ પુરષ કરે છે. અહીંની મહિલાઓ તૈયાર થવાની ઘણી શોખીન છે. માથા પર ખાસ પ્રકારની ટોપી અને ગળામાં પત્થરોની રંગીન માળાઓ પહેરે છે.

અહીં વર્ષભર ત્રણ તહેવાર આવે છે. Cam_s, J_shi અને Uchaw.જેમાં Cam_sના સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે જે ડિસેમ્બરમાં મનાવવામાં આવે છે. આ જ એ પ્રસંગ હોય છે જેમાં મહિલાઓ અને પુરુષો એકબીજા સાથે મુલાકાત કરે છે. આ દરમિયાન ઘણા લોકોનો સંબંધ થાય છે. જનજાતિના લોકોમાં સંબંધોને લઇને એટલું ખુલ્લાપણું છે કે મહિલાઓને જો બીજો પુરુષ પસંદ આવી જાય તો તે તેની સાથે રહી શકે છે.

(10:14 am IST)