Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

તહેવારોની સીઝને ભારતની વિકાસ યાત્રામાં ઇંધણનું કામ કર્યુ

સપ્ટેમ્બર મહિનામાં નીકાસ વધીને ૨૩ ટકાએ પહોંચીઃ બેંક ક્રેડીટ સપ્ટેમ્બરમાં ૬.૭ ટકા વધી

નવી દિલ્હી, તા.૨૭: તહેવારોની સીઝનના કારણે માંગમાં વધારો થતા ભારતે પોતાની વિશ્વની સૌથી વિકાસશીલ અર્થ વ્યવસ્થાનું બિરૂદ પાછુ મેળવવા તરફ અગ્રેસર હોવાના સંકેતો આપ્યા છે.

બ્લુમબર્ગ ન્યુઝ દ્વારા ભેગા કરવામાં આવેલા સંકેતો દ્વારા જણાવાયું છે કે સપ્ટેમ્બરમાં માંગમાં વધારો ચાલુ રહ્યો છે જે સતત ત્રણ મહિનાથી ૫ પોઇન્ટ પર સ્થિર હતો. નવા ઓર્ડરોમાં વધારો થવાથી ડોમીનન્ટ સર્વીસ અને ઉત્પાદક સેકટરમાં  સંકેતો મજબૂત છે. બેંક લોન ડીસબર્સલ પણ વધ્યું છે જે દર્શાવે છે કે એશીયાની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા કોરોના મહામારીના ઓછાયામાંથી ધીમે ધીમે બહાર આવી રહી છે.

અર્થ વ્યવસ્થામાં આ સુધારો ભારતની એક મહિનાથી વધારે લાંબા તહેવાર સીઝનના કારણે છે જે સપ્ટેમ્બરમાં ગણેશચર્તુથી થી શરૂ થાય છે. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ અને ભારતની સેન્ટ્રલ બેંકે આ મહિને અનુમાન કર્યુ છે કે ભારતનો જીડીપી માર્ચમાં પુરા થતા આ વર્ષમાં ૯.૫ ટકા પહોંચશે જે ગયા વર્ષે ૭.૩ ટકા હતો.

(10:39 am IST)