Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

અમેરિકા ઉપર ખતરો : ૬ મહિનામાં ઇસ્લામિક સ્ટેટ કરી શકે છે હુમલો : પેન્ટાગોને ચેતવણી આપી

તાલિબાને ભલે અફઘાનિસ્તાનનું યુધ્ધ જીતી લીધું હોય પણ હજુ તેણે ઇસ્લામિક સ્ટેટના પડકારનો સામનો કરવો પડશે

વોશિંગ્ટન તા. ૨૭ : પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે અમેરિકી ગુપ્તચર સમુદાયને ડર છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન આગામી છ મહિનામાં અમેરિકા પર હુમલો કરી શકે છે. અંડર સેક્રેટરી ઓફ ડિફેન્સ કોલિન કાહલે કહ્યું છે કે અમેરિકા ભલે ઓગસ્ટમાં બે દાયકાથી ચાલતું યુદ્ઘ ખતમ કરી નાખે પરંતુ અમેરિકા હજુ પણ એક ગંભીર ખતરો છે. અલ-કાયદા અંગે કાહલે કહ્યું છે કે અલ-કાયદાને અમેરિકા પર હુમલો કરવામાં એકથી બે વર્ષ લાગી શકે છે.

ઈસ્લામિક સ્ટેટે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાને પડકારી છે. તાલિબાને કાબુલ પર કબજો કર્યો ત્યારથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાને અફઘાનિસ્તાનમાં અનેક આતંકવાદી હુમલાઓ કર્યા છે. આ હુમલાઓમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.

કાહલે કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યા પછી ઇસ્લામિક સ્ટેટ તાલિબાન સામે અસરકારક રીતે લડવાની ક્ષમતા ધરાવશે કે કેમ, પરંતુ એ વાત સાચી છે કે ઇસ્લામિક સ્ટેટ તાલિબાનને નુકસાન પહોંચાડી રહ્યું છે. અમારું આકલન છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન અને તાલિબાન એકબીજાના દુશ્મન છે. ઇસ્લામિક સ્ટેટ પાસે થોડા હજાર છોકરાઓની કેડર છે, જેને વધારવા માટે તેઓ કામ કરી રહ્યા છે.

(3:49 pm IST)