Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઉત્તરપ્રદેશમાં પણ ૯૨ ધારાસભ્યોની ટીકીટ કપાશે

અમિતભાઇ બે દિ'ના પ્રવાસે જઇ રહયા છે, ૪ કરોડના નવા સભ્યો બનાવવાના શરૂ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૨૯ ઓકટોબરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ બે દિવસના પ્રવાસ પર જઈ રહ્યા છે. તેના મુખ્ય બે કારણ છે. જેમાં પહેલું કારણ છે પાર્ટી તરફથી સદસ્યતા અભિયાનની શરૂઆત થશે. 

બીજું વિધાનસભા ક્ષેત્રના રિપોર્ટ કાર્ડ પર છેલ્લી મહોર લાગશે. ૨૦૨૨ના વિધાનસભાની ચૂંટણીમાં ૪ કરોડ સદસ્યો બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ ૪૦ ટકા વિધાયકોના રાજનૈતિક ભવિષ્ય પર પણ અંતિમ નિર્ણય અમિત શાહની બેઠકમાં થશે. ભાજપ સાથે જોડાયેલ સૂત્રો અનુસાર, અમિતભાઇ શાહના આ પ્રવાસમાં પાર્ટીની આગામી ચૂંટણી સાથે જોડાયેલ રણનીતિ પર પાર્ટીના પ્રમુખ પદાધિકારીઓ સાથે બેઠક થશે. જેમાં વિધાયકોના રિપોર્ટ કાર્ડ પણ ચેક કરવામાં આવશે. આ બેઠક બાદ ખરાબ પ્રદર્શન કરનાર લગભગ ૯૨ વિધાયકોની વિધાનસભા ટિકિટ પર અંતિમ નિર્ણય પણ થઈ જશે.

૨૦૧૭માં ૨ કરોડ ૩૦ લાખ સદસ્ય   ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સદસ્યોની સંખ્યા ૨ કરોડ ૩૦ લાખ હતી, જેમાંથી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ૩૧૨ વિધાયક જીતીને આવ્યા હતા.

વોટર્સની ગણતરી કરીએ તો હાલ ઉત્તર પ્રદેશમાં ૧૪ કરોડ ૬૦ લાખ વોટર છે. ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ૩ કરોડ ૪૪ લાખ ૫ હજારથી વધુ લોકોએ મતદાન કર્યું. જેને જોઈને આ વખતે પણ અમિત શાહ આંકડાઓ દ્વારા ભાજપમાં ગ્રાઉન્ડ ઝીરો સુધી કામ કરવા પર ભાર આપી રહ્યા છે.

તૈયાર થશે બૈડ પર્ફોમર લિસ્ટ : અમિત શાહના આ પ્રવાસમાં સૌથી વિશેષ વાત એ છે કે, તેઓ આ વખતે મંડળ અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ અને સંઘ તરફથી બનતા રિપોર્ટ પર વિચાર વિમર્શ કરશે. એવા લગભગ ૧૮૦ વિધાનસભા ક્ષેત્ર છે. જેનું પર્ફોમન્સ ક્ષેત્રમાં ફરીવાર જીતીને આવવાના હિસાબથી વધુ ખરાબ છે.

૯૦ દિવસમાં ૧ કરોડ ૭૦ લાખ નવા સદસ્યોનો લક્ષ્ય : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બે દિવસીય યુપીના પ્રવાસમાં ૧ કરોડ ૭૦ લાખ નવા સદસ્યો બનાવવાની શરૂઆત થશે. ૨૯ ઓકટોબરથી આ મહાઅભિયાનની શરૂઆત થશે. જેમાં બુથ લેવસ સુધી કાર્યકર્તા ઘરે- ઘરે જઈને સીધા સદસ્યો બનાવશે. આ સદસ્યોની પ્રમુખ જવાબદારી ભાજપે પોતાના મંડળ પ્રભારિઓ અને જિલ્લા અધ્યક્ષને સોંપી છે. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી અને વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે વિશેષ અભિયાન ચલાવી ૨ કરોડ ૩૦ લાખ સદસ્યો (મોબાઈલ મીસ્ડ કોલ)ના માધ્યમથી બનાવ્યા હતા. આ વખતે સંખ્યાને વધારી ૪ કરોડ બનાવવાનો લક્ષ્ય છે. જેમાં ૧ કરોડ ૭૦ લાખ વધુ સદસ્યો બનાવવામાં આવશે.

(2:54 pm IST)