Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

છેતરપિંડીથી બચવાના ઉપાયઃ દેશભરમાં સક્રિય છે સાયબર ક્રાઈમ કરતા લોકો

છેતરપિંડી કરતા લોકો ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને વિશિંગ કોલથી બનાવી રહ્યા છે ભોગઃ આરબીઆઈએ આ રીતે છેતરપિંડીથી બચવાના ઉપાય બતાવ્યા

 નવી દિલ્હીઃ દેશમાં સક્રિય સાઈબર ક્રાઈમ વિશિંગ કોલ અને ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ (ઈ-કોમર્સ કંપનીઓ) દ્વારા લોકો પાસેથી કરોડો-અરબો રૂપિયાની છેતરપીંડી કરી રહ્યા છે. આરબીઆઈએ આ પ્રકારની છેતરપીંડીથી બચવાનો ઉપાય બતાવ્યો છે.

મોબાઈલમાં વાતચિત

દ્વારા છેતરપિંડી

છેતરપિંડી વાળા ફોન એટલે કે મોબાઈલ અને સોશ્યલ મીડિયા પર બેંક કર્મી, વીમા એજન્ટ, સરકારી કર્મચારીઓ અને અન્ય પ્રતિનિધિ બનીને લોકોનો સંપર્ક કરે છે. છેતરપિંડી કરતા લોકોને બેંક ખાતાનું ટ્રાન્ઝેકશન બંધ કરવા, પેનલ્ટી લાગવા, પેમેન્ટ નહીં મળવા અને ત્રણ ગણા ડિસ્કાઉન્ટની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવે છે. ત્યારબાદ તેમના બેંક અકાઉન્ટની માહિતી મેળવે છે અને પીડિત વ્યકિતના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે.

બચાવ : બેંક અને નાણાંકિય સંસ્થાઓ ગ્રાહક પાસેથી ક્યારેય પણ ખાતા સંબંધિત અંગત જાણકારી જેવી કે, યૂઝર નેમ, પાસવર્ડ, ઓપીડી માંગતું નથી. કોઈ પણ ખાતાકિય અંગત માહિતી આપવી નહીં.

ઈ-કોમર્સ પર છેતરપિંડી

છેતરપિંડી કરતા લોકો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહક બનીને સેલર્સના ઉત્પાદનમાં રૂચી દાખવે છે. અને યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ કરવાને બદલે રિકવેસ્ટ મનીનો વિકલ્પ પસંદ કરે છે. રિકવેસ્ટ એપ્રુવ કરતા જ પૈસા ખાતામાં આવવાની જગ્યાએ કપાઈ જાય છે.

બચાવ : ઓનલાઈન પ્લેટફોર્મ પર લેવડ-દેવડ કરતા સમયે સાવધાની રાખવી. યાદ રાખો રૂપિયા મેળવવા માટે પિન અને પાસવર્ડની જરૂરત હોતી નથી.   

(2:56 pm IST)