Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સૈન્ય સામેનો વિરોધ ઉગ્ર બનતા સુદાને રદ કરી ફલાઇટો

જનરલ અલ-બુરહાને ૨૦૨૩માં ચુંટણીની કરી જાહેરાત

ખાર્ટુમ, તા.૨૭: સૈન્યના બળવા પછી, સેના સામેનો વિરોધ ઉગ્ર બનતા જનરલ અલ બુરહાને જાહેરાત કરી છે કે જુલાઇ ૨૦૨૩માં ચુંટણી કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે જનરલ બુરહાને વર્તમાન સરકારને બરખાસ્ત કરી દીધી છે.

મીલીટરી દ્વારા સતા પરિવર્તન પછી દેશભરમાં વિરોધ ચાલુ રહેતા સુદાનના ઉડ્ડયન સત્તાવાળાઓએ મંગળવારે જાહેરાત કરી છે કે ખાર્ટુમ એરપોર્ટ પરથી ફલાઇટોની અવરજવર ૩૦ ઓકટોબર સુધી રદ કરવામાં આવી છે. સોમવારે જનરલ બુરહાન દ્વારા દેશમાં કટોકટી જાહેર કરાઇ અને વડાપ્રધાન અને તેના પ્રધાન મંડળના સભ્યોની ધરપકડ  પછી થયેલ હિંસક અથડામણોમાં ૭ લોકોના મોત થયા છે.

(3:56 pm IST)