Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બીજી આકાશગંગાનો પ્રથમ ગ્રહ શોધ્યો, ગ્રહની શોધ ટ્રાઝિટ પર આધારિત

નાસાની નજર આકાશગંગાથી ૨.૮૦ કરોડ પ્રકાશવર્ષ દૂર પહોંચી

 નવી દિલ્હીઃ અમેરિકી અંતરિક્ષ એજન્સિ નાસાએ નવા ગ્રહની શોધ કરી છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ આકાશગંગા બહાર શોધવામાં આવેલો પ્રથમ ગ્રહ હોઈ શકે છે. સંભવિત ગ્રહને ચંદ્ર એકસ-રે ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવ્યો છે. તે આકાશગંગાથી ૨.૮૦ કરોડ પ્રકાશવર્ષ દૂર મેસિયસ ૫૧ આકાશગંગામાં છે. ગ્રહની શોધ ટ્રાઝિટ પર આધારિત છે. આ ગ્રહ એક તારાની જેમ પરિક્રમા દરમ્યાન બીજા તારાઓનો પ્રકાશ રોકે છે. જેમાં તેની ચમક અનેક ગણી વધી જાય છે.

આકાશગંગામાં અત્યાર સુધીમાં ગભગ ૫૦૦૦ એકસોપ્લેનેટની શોધ થઈ ચૂકી છે. તે સૂર્યની પરિક્રમાં કરે છે. પ્રથમ વખત નાસાને આકાશગંગાની બહાર ગ્રહ શોધવામાં સફળતા મળી છે. શોધ કરનાર વૈજ્ઞાનિકોએ સ્વિકાર કર્યું કે તેમણે પોતાના દાવાને સાચો પૂરવાર કરવા માટે વધુ માહિતીની જરૂરીયાત છે.

ટેકનોલોજી વધુ અસરકારક નથી

શોધ સાથે સંકળાયેલ કેમ્બ્રિજમાં હાર્વર્ડ સ્મિથસોનિયન સેંટર ફોર એસ્ટ્રોફિઝિકસના ડો. રૌસેન્ડી સ્ટોફાનોએ જણાવ્યું કે, આકાશગંગામાં એકસોપ્લેનેટ શોધવા માચે ઉપયોગમાં સફળ ટેક્નિકો અન્ય આકાશ ગંગાઓ મામલે વધુ અસરકારક રહેતી નથી. મોટી દૂરી દૂરબીન સુધી પહોંચતા પ્રકાશની માત્રાને ઓછી કરી દે છે. દૂરથી જોવાને કારણે અનેક પિંડો નાની જગ્યા પર દેખાય છે. જેનાથી અલગ-અલગ તારાઓની ઓળખ કરવી મુશ્કેલ છે.

૧૧ વર્ષ પહેલા પણ કર્યો હતો દાવો

આ પહેલા વર્ષ ૨૦૧૦માં એચઆઈપી ૧૩૦૪૪-બી નામનો ગ્રહ શોધવામાં આવ્યો હતો. જે અંગે દાવો કરવામાં આવ્યો હતો કે, તે કોઈ બીજી આકાશગંગાનો છે. જેને આપણી આકાશગંગાએ ગળી લીધો હતો. આ ગ્રહના ૨૦૦૦ પ્રકાશવર્ષ દૂર હોવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ બાદમાં આ ગ્રહ ખોટો સાબિત થયો હતો.

(3:59 pm IST)