Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ડેંગ્યુનો નવો સ્ટ્રેન ડી-ર ખુબજ ખતરનાખઃ શરીરની અંદર-બહાર બ્લીડીંગ થઇ શકેઃ જાણો લક્ષણો

નવી દિલ્હી તા. ર૭ : છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસે લોકોને પરેશાન કર્ર્યા છે, તો આ વર્ષે મચ્છરોથી થતી બીમારી ડેંગ્યુએ કહેર મચાવ્યો છે. ડેંગ્યુનો પ્રકોપ આ વર્ષે સ્થિત ગંભીર કરી રહ્યો છે.દેશના ૧૧ થી વધુ રાજયોમાં ડેંગ્યુએ ભરડો લીધો છે.તેવામાં ડેંગ્યુના નવા સ્ટ્રેનનો ખુલાસો થયો છે જેચિંતાનો વિષય બન્યો છે. આઇસીએમઆર મુજબ ડેંગ્યુના દર્દીઓમાં મળતો ડી-ર સ્ટ્રેન સૌથી વધુ ખતરનાખ  છે. જે દર્દીઓ માટે ઘાતક નિવડી શકે છે. તજજ્ઞો મુજબ ડેંગ્યુ વાયરસ ડીઇએનવી-ર વાયરસથી દર્દી જલ્દી જ ગંભીર સ્થિતમાં પહોંચે છે જેથી આ વાયરસના લક્ષણો શરૂમાં જ ઓળખવા જ જરૂરી છે. આ સ્ટ્રેનથી દર્દીને બહારની સાથે આંતરીક બ્લીડીંગ પણ થઇ શકે છે. તાવ વધવાની સાથે હાલત કથળી શકે છે.

આ સ્ટ્રેશનના લક્ષણોમાં પ્લેટલેટ ઝડપથી ઓછા થવા, દર્દીનું તંત્રીક (માનસીક) તંત્ર ખરાબ થવુ અને તે શોક સિડ્રોમનો શિકાર બને છે હોઠનો રંગ બદલે છે અને ચામડી ઉપર લાલ ચકામાં પણ થાય છે. ઉપરાંત પ્લેટલેટ્સ ઘટવાથી દર્દીનુ઼ બ્લડ પ્રેશર પણ વધવા લાગે છે આ સ્ટ્રેશનની ઓળખ બાદ તેનો તાત્કાલીક ઉપચાર કરવો ખુબજ જરૂરી છે.

(4:00 pm IST)