Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પાકિસ્તાનનો મેચમાં વિજય બાદ કાશ્મીરમાં બબાલઃ રાજકીય પક્ષો બાદ હવે આંતકી જુથ પણ મેદાનમાં

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ર૭ : ટી.વેન્ટી વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમના વિજય પછી ભારતમાં થોડા લોકો દ્વારા ઉજવણી થયા બાદ જેટલી બબાલ નહોતી થઇ તેનાથી વધુ બબાલ કાશ્મીરમાં થયેલ ઉજવણીના કારણે થઇ છે અને રાજકીય પક્ષો આમને-સામને આવ્યા બાદ હવે આતંકી જુથ યુએલએમ પણ મેદાનમાં આવ્યું છે.

તેણે વિદ્યાર્થીઓને ધમકી અને ચેતવણી આપવાની સાથે ૪૮ કલાકમાં પોતાની એફઆઇઆર પાછી ખેચી લેવા જણાવ્યું છે જેમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના વિજય પછી ખુશી મનાવનારા સામે દેશદ્રોહનો આરોપ મુકયો છે.

જમ્મુકાશ્મીર વિદ્યાર્થી સંઘના ઉપ રાજયપાલ મનોજસિંહાએ માનવીય આધાર ઉપર યુઍલ.ઍના આરોપોને પાછા લેવા આગ્રહ કર્યો છે.

(4:46 pm IST)