Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પેરા ઓલિમ્પિયન ભાવિના અર્જુન એવોર્ડ માટે નોમિનેટ

પ્રતિષ્ઠિત ખેલ પુરસ્કારો માટે ખેલાડીઓના નામ જાહેર : ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારો નિરજ ચોપરા ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ થયો

નવી દિલ્હી, તા.૨૭ : ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ઈતિહાસ રચનાર ગોલ્ડન બોય નીરજ ચોપડા, ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રેસલર રવિ દહિયા સહિત ખેલ જગતના ૧૧ દિગ્ગજોને 'ખેલ રત્ન' એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં બોક્સર લવલીના બોરગોહેન, હોકી ખેલાડી પીઆર શ્રીજેશ અને મહિલા ક્રિકેટર મિતાલી રાજનું નામ સામેલ છે.

ખેલ જગતના આ ૧૧ દિગ્ગજોને ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

નીરજ ચોપડા (એથલેટિક્સ),રવિ દહિયા (રેસલિંગ), પીઆર શ્રીજેશ (હોકી), લવલીના બોરગોહેન (બોક્સિંગ), સુનીલ છેત્રી (ફુટબોલ), મિતાલી રાજ (ક્રિકેટ) , પ્રમોદ ભગત (પેરા બેડમિન્ટન), સુમિત, અંતિલ (પેરા જેવલીન થ્રો), અવનિ લેખારા (પેરા શૂટિંગ), કૃષ્ણા નાગર (પેરા-બેડમિન્ટન), એમ નરવાલ (શૂટિંગ).

અર્જુન એવોર્ડઃ ક્રિકેટર શિખર ધવન, પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ, સુહાસ અધિરાજ,નિષાદ કુમાર.

 

(7:53 pm IST)