Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

શરાબની હોમ ડિલિવરી : દિલ્હી સરકારની નવી પોલિસી વિરુદ્ધ ભાજપ સાંસદની હાઇકોર્ટમાં પિટિશન : શરાબ મંગાવનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધુ છે તે કેવી રીતે નક્કી કરશો ? : 18 નવેમ્બરના રોજ સુનાવણી

ન્યુદિલ્હી : શરાબની હોમ ડિલિવરી કરવા માટે દિલ્હી સરકારની નવી પોલિસી વિરુદ્ધ ભાજપ સાંસદ પરવેશ સાહિબ સિંહ વર્માએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં પૂછવામાં આવ્યું છે કે શરાબ મંગાવનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધુ છે તે કેવી રીતે નક્કી કરશો ?

નવી પોલિસી મુજબ શરાબ મંગાવનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જરૂરી છે.

જસ્ટિસ ડી.એન.પટેલ તથા જ્યોતિ સિંહની ખંડપીઠે પિટિશનના આધારે દિલ્હી સરકારનો ખુલાસો માંગ્યો છે.તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે તમારે આ સવાલનો જવાબ દેવો પડશે.તમે એમ નહીં કહી શકો કે હજુ તે અંગે નીતિ નક્કી કરવાનું બાકી છે.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે હોમ ડિલિવરીથી શરાબ આવવાને કારણે ઘરના સગીર વયના બાળકો ઉપર તેની અસર થશે.

આગામી સુનાવણી 18 નવેમ્બરના રોજ રાખવામાં આવી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(8:16 pm IST)