Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દારુ, ગુટખા અને તમાકૂની જેમ મંજૂરી મળવી જોઈએ :રાજ્યસભા સાંસદ કેટીએસ તુલસીનું વિવાદી નિવેદન

આલ્કોહોલ, તમાકુ અને ગુટખાપણ નુકસાન પહોંચાડે છે. પરંતુ આ દવાઓને ટેક્સ ભરીને પીવાની છૂટ છે. તો ડ્રગ્સ પર કેમ નહીં?

નવી દિલ્હી : વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કેટીએસ તુલસીએ જણાવ્યું કે ડ્રગ્સનો માફકસર ઉપયોગ જીવનની જરુર છે. ડ્રગ્સ એ દરેકના જીવનનો એક ભાગ છે અને ઘણા પ્રસંગોએ ડ્રગ્સ જીવનની પીડા ઘટાડે છે. આલ્કોહોલ, તમાકુ અને ગુટખાપણ નુકસાન પહોંચાડે છે. પરંતુ આ દવાઓને ટેક્સ ભરીને પીવાની છૂટ છે. તો ડ્રગ્સ પર કેમ નહીં? ટેક્સ કલેક્શન બાદ દવાઓના ઉપયોગની મંજૂરી છે. કેટલીક વાર દવાઓને દવાઓ તરીકે લેવી પડે છે અને જરૂર પડે તો ઉપયોગને મંજૂરી કેમ ન આપવી. '

 

સંતુલિત માત્રામાં ડ્રગ્સના ઉપયોગની હિમાયત કરતાં તુલસીએ કહ્યું હતું કે તેમનું માનવું છે કે એનડીપીએસ એક્ટ, 1985માં સુધારો કરવો જોઈએ કારણ કે તે કેટલીક વાર લોકોનું શોષણ કરે છે. "એનડીસીએસ એક્ટનો કેટલીક વાર નાના અથવા વધુ માત્રામાં ડ્રગ્સના ઉપયોગ માટે દુરુપયોગ કરવામાં આવે છે. એનડીપીએસ એક્ટમાં સુધારો કરવાની જરૂર છે. ''

 અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન ખાન હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્રની 3 ઓક્ટોબરે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીની ટીમે ગોવા જતા ક્રૂઝ પર ૨ ઓક્ટોબરે કથિત ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં બે નાઇજિરિયન સહિત કુલ ૨૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(8:47 pm IST)