Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ભારતની સેનાની તાકાતમાં મોટો વધારો: બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કર્યું :5000 કિમી દૂરનું નિશાન પાર પાડી શકવા સક્ષમ

એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સફળતાપૂર્વ લોન્ચ: ચીનથી લઈને પાકિસ્તાન સુધી બધા બેચેન : આ મિસાઇલની વાસ્તવિક રેન્જ કેટલી છે ? બંને દેશોમાં ચર્ચા

નવી દિલ્હી :  ભારતીય સેનાની તાકાત માં વધુ વધારો થયો છે. બુધવારે જમીનથી જમીન પર બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી છોડવામાં આવી હતી. આ મિસાઇલની રેન્જ 5000 કિલોમીટર હોવાનું કહેવાય છે.

આ મિસાઇલ આજે સાંજે 7.50 વાગ્યે છોડવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારત માત્ર પોતાની તાકાત વધારવા પર જ ધ્યાન આપશે. અગ્નિ ૫ ના પ્રવેશથી ભારતની સૈન્ય તાકાતમાં ઘણો વધારો થયો હોવાનું કહેવાય છે. ચીનથી લઈને પાકિસ્તાન સુધી બધા બેચેન છે. આ મિસાઇલની વાસ્તવિક રેન્જ કેટલી છે તે અંગે પણ બંને દેશોમાં ચર્ચા ચાલી રહી છે.‎

(9:07 pm IST)