Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વૈજ્ઞાનિકોની ચેતવણીઃ થશે સાઇડ ઇફેકટ

કોરોના વેકસીન લીધા બાદ થઇ શકે છે માઇગ્રેન- પેટનો દુઃખાવો તથા તાવ વગેરે

 

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કરોડો લોકોને પ્રભાવિત કરી ચૂકેલા કોરોના વાયરસને હરાવવા માટે વેકસીનની રાહ જોવામાં આવી રહી છે. સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો અને ટ્રાયલ્સની સફળતા પર બધાની નજર છે. તમામને આશા છે કે કોરોના વાયરસની વિરુદ્ઘ વેકસીન મોટું હથિયાર સાબિત થશે. જયારે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ષ્ણ્બ્) એ કહ્યું કે માત્ર વેકસીન મહામારી થી નહીં બચાવે. વેકસીનના આ ફાયદો તો બધા જ જાણે છે પરંતુ એ જાણકારી પણ આપના માટે ખૂબ જરૂરી છે કે કોવિડ-૧૯દ્ગચ હરાવવાના યુદ્ઘમાં વેકસીન આપના સ્વાસ્થ્યને બીજી રીતે પ્રભાવિત કરી શકે છે. એકસપર્ટ્સે કેટલીક સાઇડ ઇફેકટ્સની આશંકા વ્યકત કરી છે.

 વેકસીનની સાઇડ ઇફેકટસ સામાન્ય વાત છે. પરંતુ કોરોના વેકસીનને લઈને પણ એકસપર્ટ્સનું કહેવું છે કે કોવિડ-૧૯ના વિરુદ્ઘ વેકિસન લેવી એટલી સરળ નથી હોતી. અનેક લોકોમાં અજબ પ્રકારની સાઇડ ઇફેકટ્સ જોવા મળવાની શકયતા છે. જોકે, સાઇડ ઇફેકટ્સથી વધુ ગભરાવવાની જરૂર નથી. એ વાત સ્પષ્ટ છે કે કોઈ પણ એવી કોવિડ-૧૯ વેકસીનને મંજૂરી નહીં આપવામાં આવે જેનામાં જીવલેણ સાઇડ ઇફેકટ્સ છે.

 વેકસીન ટ્રાયલ્સ દરમિયાન અનેક લોકોને તાવ અને માથાના દુખાવાનો સામનો કરવો પડ્યો. મીડિયા રિપોર્ટ્સ માનીએ તો વેકસીન રેસમાં આગળ વધવા માટે મોડર્નાની વેકસીન બાદ એક વ્યકિતને લગભગ ૧૦૨ ડિગ્રી તાવ આવ્યો હતો અને તેને ખૂબ ઠંડી લાગવા લાગી હતી. જોકે તેનાથી તેમણે એ સ્પષ્ટ કર્યું કે આ લક્ષણ કેટલાક કલાકો બાદ આપ મેળે શાંત થઈ ગયા હતા. બીજી તરફ કેટલાક લોકોએ વેકસીન લીધાના થોડા સમય બાદ માથાના જોરદાર દુખાવાની ફરિયાદ કરી હતી.

 જોકે, વેજ્ઞાનિક તેને સામાન્ય વાત માને છે. તેમનું કહેવું છે કે વેકસીન લીધા બાદ તાવ આવે જ છે. આ ઉપરાંત પણ આપને કેટલીક સાઇડ ઇફેકટસ અનુભવાય છે. ટ્રાયલ્સમાં સામેલ કેટલાક લોકોમાં પેટ સંબંધિત સમસ્યાઓ નોંધવામાં આવી. બીજી તરફ વેકસીનથી આપની પાચનશકિત પણ પ્રભાવિત થઈ શકે છે.

 ફાઇઝર, મોડર્ના અને ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકા જેવી વેકસીન રેસને મોટા ખેલાડીઓની વેકસીન ટ્રાયલમાં લોકોને દુખાવાની વાત સામે આવી. માનવામાં આવી રહ્યું છે કે વેકસીનના ઉપયોગ બાદ સ્નાયુઓ અને દુખાવામાં પણ સોજો આવી શકે છે. આ ઉપરાંત માથાનો દુખાવો અને માઇગ્રેન થવાની પણ આશંકા છે. માઇગ્રેનની ફરિયાદ એક મહિલા તરફથી મળી હતી. જયારે આ પ્રકારની સમસ્યાથી જોડાયેલા ટ્રાયલ્સ દરમિયાન ઓછા મામલા સામે આવ્યા હતા.

 જયાં વેકસીન આપવામાં આવશે ત્યાં દુખાવાનો અનુભવ થવાની શકયતા છે. ઇમ્યૂન રિસ્પોન્સના કારણે રેડનેસ અને રેશિસની પણ ફરિયાદ હોઈ શકે છે. અત્યાર સુધી થયેલા ટ્રાયલ્સમાં ફાઇઝર, મોડર્ના અને ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાએ સ્નાયુઓમાં દુખાવો હોવાનું નોંધ્યું છે.

(3:32 pm IST)