Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ભાજપનાં મંત્રીઓ અને તેના સહયોગીઓને કાશ્મીરના દરેક ખૂણામાં ફરવાની મંજૂરી-માત્ર મારા મામલામાં સુરક્ષાનો ખતરોઃ મહેબુબા મુફતીના ભાજપ સામે પ્રહારો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP નેતા મહેબૂબા મુફ્તીને જમ્મુ-કાશ્મીર પોલીસે એકવાર ફરી નજરબંધ કર્યા છે. જાણકારી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને આપી છે. મુફ્તીએ આરોપ લગાવ્યો કે તેમને પાર્ટી નેતા વહીદ ઉર રહમાનના પરિવારને મળવા દેવામાં આવતા નથી

મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું છે, 'છેલ્લા બે દિવસથી મને ફરી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લીધા છે. જમ્મુ-કાશ્મીર તંત્ર મને પુલવામામાં પાર્ટી નેતા વહીદ ઉર રહમાનના પરિવારને મળવાની મંજૂરી આપી રહ્યું નથી. ભાજપના મંત્રીઓ અને તેમના સહયોગીઓને કાશ્મીરના દરેક ખુણામાં ફરવાની મંજૂરી છે. માત્ર મારા મામલામાં સુરક્ષાનો ખતરો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, પાયાવિહોણા આરોપો હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.'

પીડીપી નેતાએ કહ્યું કે, તેમની ક્રૂરતાની કોઈ સીમા નથી. વહીદની પાયાવિહોણા આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને મને તેમના પરિવારને સાંત્વના આપવાની મંજૂરી નથી. ત્યાં સુધી કે મારી પુત્રી ઇલ્તિજાને પણ નજરબંધ રાખવામાં આવી છે કારણ કે તે પણ વહીના પરિવારને મળવા ઈચ્છતી હતી.

(5:36 pm IST)