Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

6 ડિસેમ્બરે ભારત આવશે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિન : ટૂ પ્લસ ટૂ મંત્રણામાં ભાગ લેશે : પીએમ મોદીની કરશે મુલાકાત

નવેમ્બર 2019 બાદ પ્રધાનમંત્રી મોદી અને રશિયન પ્રેસિડન્ટની પહેલી મુલાકાત

નવી દિલ્હી : આગમી 6 ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિન ભારત આવશે અને ટૂ પ્લસ ટૂ મંત્રણામાં ભાગ લેશે પુતિન વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરશે 

પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે આ દ્વિપક્ષીય મંત્રણામાં રાજકીય અને રક્ષા મુદ્દાને સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા ટૂ પ્લસ ટૂ મંત્રણા કરશે જેની પહેલી બેઠક 6 ડિસેમ્બરે થશે.

આ બેઠકમાં ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે જ્યારે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગે શોઈગુ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રવક્તાએ જણાવ્યું કે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રશિયન રક્ષા મંત્રી સર્ગે શોઈગુ 5-6 ડિસેમ્બરે ભારત આવશે. નવેમ્બર 2019 બાદ પ્રધાનમંત્રી મોદી અને રશિયન પ્રેસિડન્ટની આ પહેલી સામસામી બેઠક થશે. તેમણે કહ્યુ કે વર્ચ્યુઅલ બેઠકની ઉપરાંત બન્ને નેતાઓ વચ્ચે છ વાર ટેલિફોન વાતચીત થઈ ચૂકી છે.

(12:00 am IST)