Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ઇન્ટરનેશનલ અરાઇવલ ગાઇડલાઇન જાહેર: અન્ય દેશમાંથી અવનારાનો એરપોર્ટ પર RTPCR ટેસ્ટ ફરજિયાત

એરપોર્ટ ખાતે યુરોપ, યુનાઇટેડ કિંગ્ડમ, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાવે અને હોંગકોંગ દેશમાંથી આવતા લોકોનો ફરજિયાત RTPCR ટેસ્ટ કરવાનો રહેશે

નવી દિલ્હી : દેશમાં હવે સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે દેશમાં વર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા વખતો-વખત ગાઇડલાઇન બહાર પાડવામાં આવે છે. ત્યારે ઇન્ટરનેશનલ અરાઇવલ ગાઇડલાઇનની અમલવારી કરવા બાબતે એક ચોક્કસ પત્ર બહાર પડાયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, એરપોર્ટ ખાતે યુરોપ, યુનાઇટેડ કિંગ્ડમ, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાવે અને હોંગકોંગ દેશમાંથી આવતા લોકોનો ગાઇડલાઇન મુજબ ફરજિયાત RTPCR ટેસ્ટ કરવાનો રહેશે.

વધુમાં એમ પણ જણાવાયું છે કે, દરેક ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ કે જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તે દરેક કેસનું સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે ફરજિયાત પણે મોકલવાના રહેશે

(12:45 am IST)