Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ટીડીએસનો વ્યાપ વધારીને ઇન્કમટેકસની આવક વધારવા સીબીડીટીની મથામણ

ભંગાર અને લાકડાના વેપારીઓ હવે ટીડીએસના દાયરામાં

મુંબઇ,તા. ૨૭ : અત્યાર સુધી નાના વેપારીઓને ટીડીએસમાંથી મુકિત આપવામાં આવી હતી. પરંતુ હવેથી તેઓને પણ ટીડીએસના દાયરામાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે આગામી દિવસોમાં વિવાદ થવાની પણ શકયતા રહેલી છે.

ટેકસ ડીડકશન સોર્સ (ટીડીએસ)નો વ્યાપક વધારવા માટેનો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસ (સીબીડીટી)એ પરીપત્ર બહાર પાડ્યો છે. તેમાં અત્યાર સુધી લાકડાના, ભંગારના વેપારીઓ માલ ખરીદી કરીને તેનુ મેન્યુફેકચર કરતા હતા. તેઓને ટીડીએસમાંથી મુકિત આપવામાં આવતી હતી જો કે આ માટે તેઓ પાસે ડેકલેરેશન ફોર્મ ભરાવવામાં આવતુ હતુ. જ્યારે સીબીડીટીએ બહાર પાડેલા નવા પરીપત્ર પ્રમાણે ભંગારનો સાામન, લાકડા, દારૂ ખરીદનારે પણ હવે વેચનારનો ટીડીએસ કાપીને વિભાગમાં જમા કરાવવો પડશે. જો કે આ વેપારીઓને અત્યાર સુધી મુકિત આપવામાં આવતી હતી. જ્યારે નવા પરીપત્ર પ્રમાણે તેઓને પણ ટીડીએસમાં આવરી લેવામાં આવ્યા છે. તેના કારણે આગામી દિવસોમાં વિવાદ વકરવાની શકયતા રહેલી છે. કારણ કે અત્યાર સુધી આવા વેપારીઓને ટીડીએસમાંથી મુકિત આપવામાં આવી હતી. જ્યારે નવા પરીપત્રથી તેઓને ટીડીએસના દાયરામાં લેવામાં આવતા સમસ્યા વધુ વકરે તેમ છે.

આ ઉપરાંત નવા પરીપત્ર પ્રમાણે તમામ સરકારી કચેરીઓમાં પણ કામ કરતા કોન્ટ્રાકટર પાસેથી પણ ટીડીએસ કાપીને ઇન્કમટેકસ વિભાગમાં જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત જેનુ ટર્ન ઓવર ૧૦ કરોડથી વધુ હોય તેઓ દ્વારા કોઇ પણ ખરીદી કે વેચાણ કરવામાં આવે તો તેના પર પણ ટીડીએસની જોગવાઇ કરવામાં આવી છે. (૨૨.૫)

TCSમાં મુકિત આપવામાં આવી તેના પર TDSનું ભારણ

ઇન્કમટેકસની કલમ ૨૦૬ સી (૧એ) માં જે વેપારી ડેકલેરેશન ફોર્મ ભર્યું હોય તેવા વેપારીઓને ટીસીએસમાં મુકિત આપવામાં આવી છે. જ્યારે નવા પરીપત્ર પ્રમાણે તેઓને માથે ટીડીએસનું ભારણ લાદી દેવામાં આવતા આગામી દિવસોમાં વિવાદ થવાનો છે. કારણ કે ટીસીએસમાં જેને મુકિત આપવામાં આવી છે તેને ટીડીએસના દાયરામાં લાવી દેતા આ મામલો કોર્ટમાં પડકારાય તેવી પણ શકયતા રહેલી છે.

- વિરેશ રૂદલાલ, સીએ

(9:34 am IST)