Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

વકિલે કંકોત્રીમાં છપાવી કાયદાની કલમો

લગ્નને યાદગાર બનાવવા કંઇક અલગ

નવી દિલ્હી, તા.૨૭: આસામના વકીલનું વેડીંગ કાર્ડ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે વકીલ સાહેબે સંવિધાન થીમવાળા લગ્નનું કાર્ડ છપાવ્યું છે. ન્યાયના ત્રાજવામાં બંને તરફ વર અને વધુના નામ લખ્યા છે. આ ઉંપરાંત કાર્ડમાં ભારતીય લગ્નોને નિયંત્રણ કરવા માટે કાયદો અને અધિકારોનો પણ ઉંલ્લેખ કર્યો છે.
આજકાલ લગ્નોની સિઝન ચાલી રહી છે. દરેક કપલ પોતાના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક ખાસ જરૂરથી કરે છે. કોઈ વેડીંગ કાર્ડને અલગ અંદાજમાં છપાવે છે, તો કોઈની એન્ટ્રી અલગ અંદાજમાં થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ લગ્નનો એકથી એક ચડિયાતા મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તો વળી કેટલીય તસ્વીરો પણ વાયરલ થઈ રહી છે. જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. જો કે, અમુક કેસોને જોતા લોકોનું હાસ્ય પણ છૂટી જાય છે. આ જ ક્રમમાં એક વકીલ સાહેબનું વેડીંગ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જેને વાંચ્યા બાદ લોકો હેરાન થઈ ગયા છે અને પોતાનું હાસ્ય રોકી શકતા નથી.
પ્રા વિગતો અનુસાર જોઈએ તો, આસામના વકીલનું વેડીંગ કાર્ડ હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યું છે, તેમાં વિવાહનો અધિકાર ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૨૧ અંતર્ગત જીવનનો અધિકાર એક ભાગ છે. આ મૌલિક અધિકારનો ઉંપયોગ કરતી વખતે સમય રવિવાર ૨૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ છે. એટલું જ નહીં કાર્ડમાં એવું પણ લખ્યુ છે કે, જયારે વકીલોના લગ્ન થાય છે, તો તે હા નથી કહેતા પણ કહે છે કે અમે નિયમો અને શરતોનો સ્વિકાર કરીએ છીએ.
હવે આ તસ્વીર વાયરલ થઈ રહી છે. લગ્નનું કાર્ડ જોયા બાદ અમુક લોકો તેના પર ચૂટકુલા સંભળાવી રહ્યા છે. કોઈએ લખ્યુ છે કે, આ કાર્ડને વાંચ્યા બાદ ઘ્ન્ખ્વ્નો અડધો ભાગ પુરો થઈ ગયો છે. એકે તો મજેદાર વાત લખતા લખ્યુ છે કે, આ કાર્ડ કોર્ટના સમન્સ માફક છે. જો કે, એ બધા ભલે કંઈ પણ કહે, પણ તમારૂ શું કહેવું છે આ વેડીંગ કાર્ડ પર તે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.

 

(11:34 am IST)