Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

એમએસપી ઉપર કાયદો બનાવવો સંભવ નથી

મોદી સાથે મુલાકાત પછી હરીયાણાના મુખ્યમંત્રી ખટ્ટરનું નિવેદન

નવી દિલ્હી, તા., ર૭: હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત પછી શુક્રવારે કહયું કે, મીનીમમ સપોર્ટ પ્રાઇઝ (એમએસપી) ની ગેરંટી આપતો કાયદો બનાવવો સંભવ નથી. કારણ કે જો ખેડુતોના ઉત્પાદનને કોઇ બીજુ ન ખરીદે તો સરકાર ઉપર આમ કરવાનું દબાણ વધશે. કૃષિ કાનુન રદ થયા બાદ ખેડુત સંગઠન હવે એમએસપી  કાયદા માટે સરકાર ઉપર દબાણ બનાવી રહયા છે.

ખેડુતો તરફથી એમએસપી કાયદાની માંગણી અંગે જયારે ખટ્ટરને પ્રશ્ન કરવામાં આવ્યો તો ત્યારે તેમણે કહયું કે, હજી સુધી આના ઉપર ચર્ચા થઇ નથી. કૃષિ અર્થશાસ્ત્રીઓના વિચારો પણ અલગ-અલગ છે. આના ઉપર કાયદો બનાવવો સંભવ નથી. એમએસપી ઉપર કાનુન પણ સંભવ નથી કારણ કે જો આમ કરવામાં આવે તો સરકાર ઉપર એ જવાબદારી આવી જાય છે કે જો ખેડુતોનું ઉત્પાદન કોઇ ન ખરીદે તો સરકારે ખરીદવું પડે.

(12:45 pm IST)