Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કૃષિ કાયદા બાદ પરાળ સળગાવવા મુદ્દે પણ ખેડૂતો સામે ઝૂકી મોદી સરકારઃ MSP પર પણ લેવાયો મોટો નિર્ણય

પરાળ સળગાવવાનો કેસ નહીં ચાલે MSP અંગે ટૂંક સમયમાં એક સમિતીની પણ રચના કરાશે

નવી દિલ્હી, તા.૨૭: ખેડૂતોના આંદોલન વચ્ચે કૃષિ મંત્રીએ કહ્યું પરાળ સળગાવવા પર કેસ નહીં ચાલે રાજય સરકાર આ અંગે નિર્ણય લેશે આ સાથે MSP અંગે ટૂંક સમયમાં એક સમિતીની પણ રચના કરાશે.

કૃષિ કાયદા અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે તેને રદ્દ કરવા માટેનું બિલ શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકની વિવિધતા, ઝીરો-બજેટ ફાર્મિંગ, MSP સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા અને તેનાથી સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરશે.

કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેડૂતોના સંગઠનોએ પરાળ બાળવાને ગુનામુકત બનાવવાની માંગણી કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી છે. કૃષિ કાયદાના વળતર અંગે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે અમને દુઃખ છે કે ખેડૂતો કૃષિ કાયદાના ફાયદા વિશે સંગઠનોને સમજાવી શકયા નથી.કૃષિમંત્રીએ કહ્યું કે, ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણય બાદ આંદોલનનો કોઈ મતલબ નથી રહેતો. તેમણે કહ્યું કે, ખેડૂતોએ પીએમ મોદીની અપીલ માની ઘરે પાછા ફરવું જોઈએ.

(3:14 pm IST)