Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

તામિલનાડૂ, કેરળ, પોંડુચેરી સહિતના રાજ્યોમાં ભારે વરસાદ: અનેક શહેરોમાં શાળા કોલેજો બંધ

કેરળમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર : કાશ્મીરમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચ્યો

દક્ષિણ ભારતના તામિલનાડૂ, કેરળ, પોંડુચેરી સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક શહેરોમાં શાળા અને કોલેજો બંધ કરવાની પણ ફરજ પડી છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. જેના પગલે જે તે રાજ્યના પ્રશાસન એલર્ટ મોડ પર છે.

દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વર્તમાન સમયે ભારે વરસાદ શરૂ છે. પોંડુચેરીમાં ભારે વરસાાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના પગલે શાળા-કોલેજ બંધ કરવની ફરજ પડી છે. તો આ તરફ તામિલનાડૂમાં પણ આવી જસિૃથતિ સર્જાઇ છે.

પાણી ભરાવાના કારણે ત્યાં પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. 26થી 29 નવેમ્બર દરમિયાન તામિલનાડૂ, પોંડુચેરી અને કરાઇકલમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ કેરળ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 બીજી તરફ કાશ્મીરમાં તાપમાનનો પારો માઇનસમાં પહોંચ્યો છે. શ્રીનગરમાં શુક્રવારે રાત્રિ દરમિયાન તાપમાન -1.5 સે. નોંધાયું છે. તો પહલગામની અંદર -3.3, ગુલમર્ગમાં -1.8 અને કુપવાડામાં -1.9 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયું છે. દક્ષિણ કશ્મીર રાજ્યની સૌથી ઠંડી જગ્યા બની છે. આ બાજુ રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ઘટવાના બદલે વધ્યું છે.

શુક્રવારે દિલ્હીમાં કેટલીક જગ્યાઓ પર એર ક્વોલિટી ઇન્ડેક્સ 406 પર પહોંચ્યો હતો. જે અતિ જોખમી શ્રેણીમાં આવે છે. આગામી 29 નવેમ્બરથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઓછું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પવનની ઝડપ વધશે જેથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો નોંધાશે તેવો તર્ક આપવામાં આવ્યો છે. આ બધા વચ્ચે રાજધાનીમાં એર ક્વોલિટી સુધારવા માટે વોટર સ્પ્રેયિંગ તો શરૂ જ છે.

(7:20 pm IST)