Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

મધ્યપ્રદેશમાં 80 વર્ષના ડોસાએ 65 વર્ષની વૃદ્ધ મહિલા પર કર્યું દુષ્કર્મ : પોલીસ સ્તબ્ધ

વૃદ્ધ ગમે ત્યારે વૃદ્ધાના ઘરે પહોંચી જતો અને બળાત્કાર કરતો :વૃધ્ધાએ તંગ આવી પોલીસમાં ફરિયાદ નોંધાવી

મધ્ય પ્રદેશના જબલપુરના ગઢા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં 80 વર્ષના વૃદ્ધે 65 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો છે. પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. જાણકારી પ્રમાણે નાગપુરના અમરાવતીની રહેવાસી 65 વર્ષની વૃદ્ધા ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં રહેતી હતી. કેટલાક મહિના પહેલા તેની ઓળખાણ એક વૃદ્ધ સાથે થઇ હતી. જે હંમેશા તેના ઘરે આવવા જવા લાગ્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે ઘરે આવવા જવા દરમિયાન વૃદ્ધે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બનાવ્યા હતા.


આ પછી વૃદ્ધ ગમે ત્યારે વૃદ્ધાના ઘરે પહોંચી જતો હતો અને બળજબરીથી બળાત્કાર કરતો હતો. તેની આવી હરકતોથી મહિલા તંગ આવી ગઈ હતી અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પીડિત વૃદ્ધાની વાત સાંભળી પોલીસ પણ ચકિત રહી ગઈ હતી. જોકે ઘટના વૃદ્ધ મહિલા સાથે જોડાયેલી હતી જેથી પોલીસે ગંભીરતાથી એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ જ્વાલા સિંહ બતાવવામાં આવી રહ્યું છે. જે પિસનહારી મઢિયા પાસે રહે છે. આરોપીએ પહેલા ઘરડા હોવાથી સહાનુભૂતિ બતાવીને પરિચય વધાર્યો હતો અને પછી ઘરે આવવા-જવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. હાલ આરોપી જ્વાલા સિંહ ફરાર છે અને તેને શોધવા પોલીસની ઘણી ટીમો લાગેલી છે.

(11:00 pm IST)