Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

જો હિન્દુઓએ હિંદુ થઈને રહેવું હોય તો ભારતે અખંડ રહેવું જ પડશે: સંઘ વડા મોહન ભાગવત

'હિન્દુઓની સંખ્યા અને તાકાત ઓછી થઇ ગઈ છે; જો ભારતમાં રહેવું હશે તો ભારતને પોતાનું ગણીને રહેવું

ગ્વાલિયર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે, જો ભારતમાં રહેવું હશે તો ભારતને પોતાનું ગણીને રહેવું પડશે.હિંદુ બનીને રહેવું પડશે.અને હિન્દુએ હિંદુ બનીને રહેવું હશે તો ઐક્ય અને અખંડ બનવું પડશે.

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં શનિવારે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સંઘના વડા મોહનરાવ ભાગવતે હિન્દુઓને એકતા કેળવવા સાથે હિન્દુત્વ સાથે જોડાયેલી કેટલીય વાત કરી.ભાગવતે કહ્યું કે, 'તમે જોશો કે હિન્દુઓની સંખ્યા ઓછી થઇ ગઈ છે. હિન્દુઓની તાકાત ઓછી થઇ ગઈ છે. હિન્દુત્વ પ્રત્યેનો ભાવ ઓછો થઇ ગયો છે. જો હિન્દુઓએ હિંદુ થઈને રહેવું હોય તો ભારતે અખંડ રહેવું જ પડશે. 

મોહન ભાગવતના નિવેદનનો એક વિડીયો પણ સામે આવ્યો છે.જેમાં તેઓ કહી રહ્યા છે કે, હિન્દુઓની સંખ્યા ઓછી થઇ ગઈ છે,હિન્દુઓની શક્તિ ઓછી થઇ ગઈ છે. ઈતિહાસ સિદ્ધ,તર્ક સિદ્ધ અને અનુભવ સિદ્ધ વાત છે કે, ભારત હિન્દુસ્થાન છે,હિંદુ અને ભારત અલગ થઇ જ ના શકે.ભારતે ભારત રહેવું હશે તો ભારતે પોતાના પર નિર્ભર રહેવું પડશે.હિંદુ રહેવું જ પડશે.હિન્દુએ હિંદુ રહેવું હોય તો ભારતને ઐક્ય અને અખંડ બનવું જ પડશે

(11:55 pm IST)