Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

માતાએ પ્રેમી પાસે પુત્રીનો બળાત્કાર કરાવ્યો :મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં યૌન ઉત્પીડનનો કાળજુ કંપાવનારો કિસ્સો

ઔરંગાબાદમાં સગી જનેતાએ 17 વર્ષની સગીર પુત્રીની ઈજ્જત તેના 52 વર્ષીય પ્રેમીએ લૂંટાવી દીધી: પ્રેમીની ખુશી માટે મહિલા પોતાની સગીર પુત્રીની જીંદગી બર્બાદ કરી

મહારાષ્ટ્રમાં યૌન ઉત્પીડનનો કાળજું કંપાવનારો કિસ્સો બન્યો છે,ઔરંગાબાદમાં સગી જનેતાએ ઉઠીને 17 વર્ષની સગીર પુત્રીની ઈજ્જત તેના 52 વર્ષીય પ્રેમીએ લૂંટાવી દીધી. પોતાની પ્રેમીની ખુશી માટે મહિલા પોતાની સગીર પુત્રીની જીંદગી બર્બાદ કરી નાખતા પણ ન અચકાઈ. આવી મહિલાને ધિક્કાર છે. સમાજમાં આવી  મહિલા પર ફીટકાર વરસ્યો છે. 

17 વર્ષીય પીડિતાએ પોલીસમાં લખાવેલી ફરિયાદમાં એવો આરોપ મૂક્યો કે મતભેદને કારણે માતાપિતા અલગ અલગ રહેવા લાગ્યા હતા. પીડિતાએ કહ્યું હું અને મારો ભાઈ માતા પાસે રહેવા લાગ્યા હતા . તેણે કહ્યું કે મારી માતાને 52 વર્ષીય પરપુરુષ સાથે આડા સંબંધો છે અને ઘણા સમયથી તેઓ બન્ને સંબંધ ધરાવે છે. ઓગસ્ટ 2020 માં આરોપી શખ્સ ઘેર આવ્યો હતો, માતાએ ભાઈને સગાવહાલાને ત્યાં મોકલી દીધો.

પીડિતાએ આગળ લખ્યું કે આ દરમિયાન આરોપી શખ્સે મારી સાથે રેપ કર્યો હતો. હેરાની ત્યારે થઈ કે જ્યારે સગીરાએ આ વાતનો વિરોધ કર્યો હતો ત્યારે માતાએ મને આરોપીને વાત માનવા દબાણ કર્યું હતું. આ પછી આરોપીફએ બે વાર મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને કોઈને પણ જણાવીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બાદ ગભરાયેલી પીડિતાએ ઘેરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો અને પોલીસમાં ઘટનાની જાણ કરી હતી. પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી લીધી છે.

(12:11 am IST)