Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભાજપને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી દો. કામ ના કરું તો આવતી વખતે ધક્કો મારી દેજો: કેજરીવાલ .

ભાવનગરમાં અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો : જનસભામાં સત્તાધારી ભાજપ પર ભરપુર નિશાન સાધ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં રોડ-શો કર્યો હતો અને તેમણે જનતાને સંબોધન પણ કર્યું હતું. ભાવનગરમાં અરવિંદ કેજરીવાલે સત્તાધારી ભાજપ પર ભરપુર નિશાન સાધ્યા હતા. કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, ગીતામાં લખ્યું છે, જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય તો ઉપરવાળો ઝાડું ચલાવે છે. ઉપરવાળો ઝાડુ ચલાવવા લાગ્યો છે. ગુજરાત એક થઈ ગયું છે, પરિવર્તન થવાનું છે. કેજરીવાલે આગળ કહ્યું કે, કોઈ મને ભાઈ, કોઈ બેટા કહે છે. હવે ગુજરાતના તમામ પરિવારોનો હિસ્સો બની ગયો છું. હું વિશ્વાસ આપવા ઈચ્છુ છું કે, જો સરકાર બની તો તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ.

 આ ચૂંટણી સભા દરમિયાન કેજરીવાલે ગુજરાતમાં વીજળી ફ્રી આપવાનું પણ વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દિલ્હી અને પંજાબમાં વીજળી બીલ ઝીરો આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, તમામ મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને રૂ.1000 મોકલીશું. તો આ દરમિયાન તેમણે બેરોજગારોને રોજગારી આપવાનું પણ વચન આપ્યું હતું. તેમણે દિલ્હીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દિલ્હીમાં અમે 12 લાખ રોજગાર આપ્યો, ગુજરાતમાં પણ આવું કરીશું, જ્યાં સુધી રોજગાર નહીં આપીએ, ત્યા સુધી 3000 રૂપિયાનું ભથ્થું મળતું રહેશે.

કેજરીવાલે વધુમાં કહ્યું કે, ભાજપને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી દો. કામ કરું તો આવતી વખતે ધક્કો મારી દેજો. મને દિલ્હીવાસીઓનો એટલો પ્રેમ મળ્યો છે કે, ભાજપને 3 અને કોંગ્રેસને ઝીરો સીટ આપી છે.

(1:13 am IST)