Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

કેન્દ્રીય સ્તરે સંગ્રહિત જન્મ અને મૃત્યુના સંપૂર્ણ ડેટાને કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના વાસ્તવિક સમયમાં અપડેટ કરવામાં આવશે. આ સાથે યુવક 18 વર્ષનો થાય કે તરત જ તેનું નામ મતદાર યાદીમાં સામેલ થઈ જશે અને તેનું મૃત્યુ થતાં જ તેને કાઢી નાખવામાં આવશે: સ્કૂલથી લઇને નોકરી સુધી જરૂરી થશે જન્મ પ્રમાણ પત્ર, કાયદામાં બદલાવની તૈયારી

સરકારે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ, 1969માં સંશોધન માટે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં શૈક્ષણિક સંસ્થામાં એડમિશન, વોટર લિસ્ટમાં નામ સામેલ કરવા, સરકારી નોકરી, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જાહેર કરવા સહિત કેટલીક સુવિધા માટે જન્મ પ્રમાણ પત્રને જરૂરી બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સ્કૂલમાં દાખલાથી લઇને સરકારી નોકરી માટે જન્મ પ્રમાણ પત્રને જરૂરી દસ્તાવેજ બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારે જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ, 1969માં સંશોધન માટે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં શૈક્ષણિક સંસ્થામાં એડમિશન, વોટર લિસ્ટમાં નામ સામેલ કરવા, સરકારી નોકરી, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જાહેર કરવા સહિત કેટલીક સુવિધા માટે જન્મ પ્રમાણ પત્રને જરૂરી બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

હજુ પણ જરૂરી જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન

કાયદા હેઠળ હજુ પણ જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે અને તેનું ઉલ્લંઘન કરવા પર દંડાત્મક કાર્યવાહી થઇ શકે છે. હવે સરકાર આ રજિસ્ટ્રેશનની મૂળભૂત સુવિધાઓ સાથે જોડીને તેનું અનુપાલન સુધારવા માંગે છે.

શીયાળુ સત્રમાં બદલાવનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવી શકે છે

ધ હિન્દૂના રિપોર્ટ અનુસાર, કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલયે તૈયાર કર્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે સ્થાનિક રજિસ્ટ્રાર તરફથી જાહેર જન્મ પ્રમાણપત્રને જન્મની તારીખ અને સ્થળ બતાવવા સિવાય અન્ય લગ્નના રજિસ્ટ્રેશન, મતદાર યાદી તૈયાર કરવા, સરકારી નોકરી અને પાસપોર્ટ વગેરે જાહેર કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. આ વિધેયકને 7 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહેલા સંસદના શીયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.

હૉસ્પિટલ માટે બદલાશે આ નિયમ

સૂચિત ફેરફારોમાં, તમામ હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓએ મૃત્યુ પ્રમાણપત્રની નકલો અને મૃત્યુનું કારણ સંબંધીઓ તેમજ સ્થાનિક રજિસ્ટ્રારને સબમિટ કરવું પડશે. કેન્દ્રીય સ્તરે સંગ્રહિત જન્મ અને મૃત્યુના સંપૂર્ણ ડેટાને કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના વાસ્તવિક સમયમાં અપડેટ કરવામાં આવશે. આ સાથે યુવક 18 વર્ષનો થાય કે તરત જ તેનું નામ મતદાર યાદીમાં સામેલ થઈ જશે અને તેનું મૃત્યુ થતાં જ તેને કાઢી નાખવામાં આવશે.

લોકો પાસેથી મળેલા સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો

સૂત્રોએ જણાવ્યું કે ગત વર્ષે આ બિલ પર લોકોના સૂચનો માંગવામાં આવ્યા હતા. લોકો અને રાજ્ય સરકારો તરફથી મળેલા સૂચનો તેમાં સામેલ કરવામાં આવ્યા છે. હાલમાં તેની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેને કેબિનેટની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. સંસદના શિયાળુ સત્રમાં તેને રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ વખતે સત્રનો સમયગાળો ઓછો છે, તેથી આગામી સત્રમાં તેના પર ચર્ચા થઈ શકે છે.

દેશમાં જન્મ અને મૃત્યુની નોંધણીમાં વધારો થયો છે

સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS)ના રિપોર્ટ અનુસાર, દેશમાં જન્મ નોંધણીના સ્તરમાં વધારો થયો છે. 2010માં તે 82 ટકા હતો, જે 2019માં વધીને 92.7 ટકા થયો. એ જ રીતે, મૃત્યુની નોંધણી પણ 2010માં 66.9 ટકાથી વધીને 2019માં 92 ટકા થઈ ગઈ છે. CRS એ ભારતના રજિસ્ટ્રાર જનરલ (RGI) દ્વારા સંચાલિત ઓનલાઈન જન્મ અને મૃત્યુ નોંધણી પ્રણાલી છે.

CRS અપગ્રેડ કરવામાં આવશે

સરકાર હવે CRSને અપગ્રેડ કરવા પર કામ કરી રહી છે, ત્યારબાદ જન્મ અને મૃત્યુની નોંધણી કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના વાસ્તવિક સમયમાં કરવામાં આવશે. જો કાયદામાં સુધારો મંજૂર થાય છે, તો સરકાર રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) અપડેટ કરવા માટે CRS ડેટાનો ઉપયોગ કરી શકશે. NPR પાસે હાલમાં 119 કરોડ લોકોનો ડેટાબેઝ સ્ટોર છે અને તે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) તૈયાર કરવાની દિશામાં પ્રથમ પગલું છે.

(3:01 pm IST)