Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી વન ડે મેચ બે વખત વરસાદના વિઘ્ન બાદ રદ કરી દેવામાં આવી

ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ લીધી હતી, આ વચ્ચે વરસાદને કારયણે પહેલા 4.5 ઓવર બાદ મેચ રોકાઇ હતી અને પછી ફરી એક વખત મેચ શરૂ થઇ હતી: 12.5 ઓવર પછી ફરી વરસાદ પડતા મેચને રોકવામાં આવી હતી. અમ્પાયર્સે તે બાદ મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો

નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી વન ડે મેચ બે વખત વરસાદના વિઘ્ન બાદ રદ કરી દેવામાં આવી છે. ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ વચ્ચે વરસાદને કારયણે પહેલા 4.5 ઓવર બાદ મેચ રોકાઇ હતી અને પછી ફરી એક વખત મેચ શરૂ થઇ હતી. જોકે, 12.5 ઓવર પછી ફરી વરસાદ પડતા મેચને રોકવામાં આવી હતી. અમ્પાયર્સે તે બાદ મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય કેપ્ટન શિખર ધવન 3 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 45 અને સૂર્યકુમાર યાદવ 34 રન બનાવીને રમતમાં હતા. આ પહેલા હેમિલ્ટનના સેડૉન પાર્કમાં રમાયેલી મેચમાં મેદાન ભીનુ હોવાને કારણે ટોસમાં મોડુ થયુ હતુ. ભારત તરફથી બીજી વન ડે મેચમાં બે બદલાવ કરવામાં આવ્યા હતા. શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહર અને સંજૂ સેમસનની જગ્યાએ દીપક હુડ્ડાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે શુક્રવારે રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. હવે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે રમાશે.
બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન
ભારત- શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
ન્યૂઝીલેન્ડ- ફિન એલેન, ડેવોન કૉનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરિલ મિશેલ, ટૉમ લેથમ (વિકેટ કીપર), ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, માઇકલ બ્રેસવેલ, મૈટ હેનરી, ટીમ સાઉથી, લૉકી ફર્ગ્યુસન,

(3:28 pm IST)