Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જિયોએ ઉત્તર - પૂર્વ સર્કલના તમામ ૬ રાજ્‍યોમાં ટ્રુ 5G લોન્‍ચ કર્યું

જિયો ટ્રૂ 5G હવે ઉત્તર-પૂર્વ સર્કલના તમામ ૬ રાજ્‍યોમાં ઉપલબ્‍ધ છે, જેમ કે અરૂણાચલ પ્રદેશ (ઇટાનગર), મણિપુર (ઇમ્‍ફાલ), મેઘાલય (શિલોંગ), મિઝોરમ (આઇઝોલ), નાગાલેન્‍ડ (કોહિમા અને દીમાપુર) અને ત્રિપુરા (અગરતલા)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૮ : રિલાયન્‍સ જિયોએ ઉત્તર-પૂર્વ સર્કલના તમામ ૬ રાજયોમાં શિલોંગ, ઈમ્‍ફાલ, આઈઝોલ, અગરતલા, ઈટાનગર, કોહિમા અને દીમાપુર એમ સાત શહેરોને પરિવર્તનશીલ જિયો ટ્રુ 5G નેટવર્ક સાથે જોડીને તેની ટ્રુ 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.

નોર્થ-ઈસ્‍ટ સર્કલના દરેક રાજયને આવરી લેતી આટલી મોટી શરૂઆત સર્કલના વિકાસ પ્રત્‍યે જિયોની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ડિસેમ્‍બર ૨૦૨૩ સુધીમાં જિયો ટ્રૂ 5G સેવાઓ ઉત્તર-પૂર્વના રાજયોના દરેક નગર અને તાલુકામાં ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

ટ્રુ 5Gના અસંખ્‍ય લાભો પૈકીના આરોગ્‍યસંભાળ પાસે એકદમ અંતરિયાળ વિસ્‍તારોમાં પણ મુશ્‍કેલ સમયમાં જીવન બચાવવાની ક્ષમતા છે. ક્રાંતિકારી સોલ્‍યુશન્‍સ જેમ કે જિયો કોમ્‍યુનિટી ક્‍લિનિક મેડિકલ કિટ, જિયો ગ્‍લાસ સાથે AR-VR-આધારિત હેલ્‍થકેર અને ટેલી રેડિયોલોજી અને કનેક્‍ટેડ એમ્‍બ્‍યુલન્‍સ જેવા સ્‍માર્ટ હેલ્‍થકેર સોલ્‍યુશન્‍સ ખરેખર જીવનને સમૃદ્ધ બનાવે છે. આ હેલ્‍થકેર સોલ્‍યૂશન્‍સ શહેરી ભારતમાં ગુણવત્તાયુક્‍ત આરોગ્‍યસંભાળમાં વધારો કરી શકે છે અને દેશના દૂરના વિસ્‍તારોમાં ગુણવત્તાયુક્‍ત હેલ્‍થકેર ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિસ્‍તારવામાં મદદ કરી શકે છે, જેનાથી એક અબજથી વધુ લોકોના જીવનને સ્‍પર્શી શકાય તેમ છે.

આ પ્રસંગે ટિપ્‍પણી કરતાં, જિયો પ્રવક્‍તાએ કહ્યું, ‘જિયો આજથી ઉત્તર-પૂર્વ સર્કલના તમામ છ રાજયોમાં ટ્રુ 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે.

આ અદ્યતન ટેક્‍નોલોજી ઉત્તર પૂર્વના લોકોને ખાસ કરીને આરોગ્‍ય સંભાળના ક્ષેત્રમાં તેના વિશ્વસનીય વાયરલેસ નેટવર્ક સાથે નોંધપાત્ર લાભ પૂરો પાડશે. ઉપરાંત તે વિવિધ ક્ષેત્રો જેમ કે કૃષિ, શિક્ષણ, ઈ-ગવર્નન્‍સ, આઈટી, એસએમઈ, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ, ગેમિંગ અને અન્‍ય ઘણા ક્ષેત્રોનો વિસ્‍તાર કરશે.

જિયો ટ્રૂ 5G તેના બીટા લોન્‍ચના ચાર મહિનાથી ઓછા સમયમાં ૧૯૧ શહેરોમાં પહોંચી ગયું છે. અમારા ઇજનેરો ટ્રુ-5G ટેક્‍નોલોજીના પરિવર્તનની તાકાત અને અનેકવિધ લાભોનો અનુભવ કરી શકે તે સુનિતિ કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. અમે નોર્થ-ઈસ્‍ટ સર્કલને ડિજિટાઈઝ કરવામાં મદદ કરવા બદલ રાજય સરકારોના આભારી છીએ.'

૨૭મી જાન્‍યુઆરીથી અરૂણાચલ પ્રદેશ (ઇટાનગર), મણિપુર (ઇમ્‍ફાલ), મેઘાલય (શિલોંગ), મિઝોરમ (આઇઝોલ), નાગાલેન્‍ડ (કોહિમા અને દીમાપુર) અને ત્રિપુરા (અગરતલા) એમ છ રાજયોના સાત શહેરોમાં જિયોના ગ્રાહકોને આમંત્રિત કરવામાં આવશે. જિયો વેલકમ ઓફર દ્વારા તેઓ કોઈ વધારાના ખર્ચ વિના એક જીબીપીએસથી વધુની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરી શકે છે.

(11:28 am IST)