Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સ્‍ટેટસના લીધે બાળક પાસે અપેક્ષા ચિંતાનો વિષયઃ માતા પાસેથી ટાઇમ મેનેજમેન્‍ટ શીખો : નરેન્‍દ્રભાઇ

પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે ચર્ચા કરીઃ ડીઝીટલ ઉપવાસ કરવા જણાવ્‍યું

નવી દિલ્‍હી, તા. ર૮ : નરેન્‍દ્રભાઇએ ગઇકાલે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત દિલ્‍હીના તાલકટોરા સ્‍ટેડીયમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધીત કર્યા હતા. વાલીઓને બાળકો ઉપર દબાણ બનાવવાથી બચવાની સલાહ આપતા નરેન્‍દ્રભાઇએ જણાવેલ કે માતા-પિતા, ઘણીવાર બાળકો અંગે બીજા સામે મોટી-મોટી વાતો કરી બાળક પાસે તેવું જ બનવાની આશા રાખે છે.

નરેન્‍દ્રભાઇએ વધુમાં જણાવેલ કે, સ્‍ટેડીયમમાં બેસીને મેચ જોનાર લોકો દરેક બોલ ઉપર ચોકો-છક્કાના બુમો પાડે છે. પણ ખેલાડી ફકત બોલ ઉપર ધ્‍યાન આપે છે અને તે મુજબ જ શોટ રમે છે. પરિવારના લોકોની અપેક્ષા હોવી સ્‍વાભાવિક છે, પણ સ્‍ટેટસના લીધે એપક્ષા ચિંતાનો વિષય છે.

બાળકોને શીખ આપતા નરેન્‍દ્રભાઇએ  જણાવેલ કે, અઠવાડીયામાં એક દિવસ અથવા કેટાલક કલાકો ડીઝીટલ ઉપવાસ કરો. ભારતમાં સરેરાશ લોકો ૬ કલાક મોબાઇલ સ્‍ક્રીન ઉપર વિતાવે છે. આ ચિંતાનો વિષય છે. ગેઝેટ આપણને ગુલામ બનાવી દે છે.  નરેન્‍દ્રભાઇએ બાળકોને ટાઇમ મેનેજમેન્‍ટ માટે માતા પાસેથી શીખવા જણાવી કહ્યું કે,ભણવાના સમય કાઢવા મટો પોતાની માતાને દરરોજ ઘરના કામકાજ માટે સમય કાઢતા જોવો. તેમનું ટાઇમ મેનેજમેન્‍ટ ખુબ જ પ્રેરણાદાયી છે. હાર્ડવર્ક સારી વસ્‍તુ છે, પણ સ્‍માર્ટ રીતે હાર્ડવર્ક વધુ લાભ આપે છે. ખુબ જ સમજી-વિચારી, પ્‍લાન બનાવી મહેનત કરોઃ ભણવાને વધુ સમય આપો એ સારૂ રહેશે.

માતા-પિતા તમારી ટીકા નથી કરતા પણ તમારા ભલા માટે ટોકે છે. તેનાથી વિચલીત ન થતા આમ તો ટોકવાથી માતા-પિતાએ પણ બચવું જોઇએ. સરેરાશ વિદ્યાર્થીએ નાસી પાસ થવાની જરૂર નથી કેમકે વિશ્વના મોટાભાગના લોકો સરેરાશ જ હોય છે.

(3:03 pm IST)