Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

માઓવાદીઓથી આઝાદીમાં સુરક્ષા દળોએ શહાદત વહોરી : ૫૯ જવાનો શહીદ થયા

ઝારખંડ-બિહાર-છત્તીસગઢમાં ઓપરેશન ઓકટોપસ-ડબલબુલ

ગઢવા, તા.૨૮ : દેશના સૌથી ખતરનાક નકસલ વિસ્‍તાર બુઢા  પહાડની માઓવાદીઓના આંતકથી આઝાદીની કથા પાછળ સુરક્ષા દળોની મોટી સંખ્‍યામાં શહીદીનું યોગદાન છે ઓપરેશન ઓક્‍ટોપસ અને ડબલ બુલ હેઠળ અભિયાનમાં ઝારખંડ પોલીસ, કોબરા બટાલીયન અને સીઆરપીએફ ના ૫૯ જવાનો સહિદ થયા છે જ્‍યારે ૩૧ નકસલીઓને ખાતમાં બોલાવાયેલ છે.

 આ વિસ્‍તારમાંમાઓવાદીઓના અભેદ કિલ્લા અને મુખ્‍યાલય રહ્યો છે ઝારખંડ બિહાર છત્તીસગઢના મોટા નકશો નેતાઓની શરણસ્‍થલી રહ્યા છે. આ સુરક્ષિત પનાહથી પોલીસ બ્‍યુરો, સેન્‍ટ્રલ કમિટીના સભ્‍ય અને અન્‍ય શીર્ષ ઉગ્રવાદી ઝારખંડ રાજ્‍યમાં વિધ્‍વંસક કાર્યવાહીને  અંજામ આપતા રહ્યા છે.  અહીં માઓવાદીઓને ટ્રેનિંગ સેન્‍ટરમાં તૈયાર કરી રાજ્‍યના અન્‍ય ભાગોમાં મોકલાવવામાં આવે છે ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને ખૂબ જ નુકસાન વેઠવું પડેલ. ઉગ્રવાદીઓએ બુઢા પહાડ ઉપર પહોંચવાના દરેક રસ્‍તા ઉપર મોટી માત્રામાં વિસ્‍ફોટ બિછાવી રાખ્‍યા હતા ,જેનાથી સુરક્ષા દળોને મોટી નુકસાની થયેલ. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ અભિયાન દરમ્‍યાન ૫૯ સુરક્ષાદળો શહીદ થયેલ જ્‍યારે ૬૪ પોલીસ કર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયેલ. નકસલીઓએ એ ૪૨ સ્‍થાનીકોની હત્‍યા કરેલ.

(3:08 pm IST)