Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

બજેટમાં ૩ મોટી જાહેરાત થશે તો સરકારી કર્મચારીઓને બખ્ખા

૧૮ મહિનાના બાકી ડીએની જોવાઇ રહી છે રાહ : ફિટમેન્ટ ફેકટર અને ડીએ વધવાની આશા

નવી દિલ્હી તા. ૨૮ : નાણામંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. દરેક વખતની જેમ આ વખતે પણ સરકારી કર્મચારીઓને બજેટમાંથી ઘણી આશા છે. જો સરકાર બજેટમાં કર્મચારીઓની ત્રણ માંગોને માની લે છે તો તેમની સેલેરીમાં વધારો થઈ શકે છે.ઙ્ગ તેમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો, બાકી ડીએની મુકવણી અને ફિટમેંટ ફેકટરમાં વધારો થઈ શકે છે. કર્મચારીઓને આશા છે કે સરકાર આ વસ્તુઓને આગળ બજેટમાં સામેલ કરી શકે છે.ઙ્ગ

વધતી મોંઘવારીથી નિપટવા માટે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને થોડી રાહત આપી શકે છે. કર્મચારીઓની પહેલી માંગ ૧૮ મહિનાના બાકી ડીએની ચુકવણીની છે. કર્મચારીઓ લાંબા સમયથી તેની ચુકવણીની માંગ કરી રહ્યા છે.ઙ્ગ કોરોના મહામારી વખતે સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ઝ્રખ્ ૧૮ મહિના માટે હોલ્ડ કરી દિધા છે. કર્મતારી સતત બાકી ડીએ રકમની ચુકવણીની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધીનું ઝ્રખ્ પેંડિંગ છે.ઙ્ગ

કેન્દ્રીય કર્મચારી લાંબા સમયથી ફિટમેન્ટ ફેકટરને વધારવાની માંગ કરી રહ્યા છે. જો ફિટમેન્ટ ફેકટરને સરકાર વધારી દે છે તો કર્મચારીઓની ન્યૂનતમ સેલેરીમાં વધારો થઈ શકે છે. તેમની સેલેરી ૧૮,૦૦૦ રૃપિયા સુધી વધીને ૨૬,૦૦૦ રૃપિયા થઈ જશે.ઙ્ગ એટલે સેલેરીમાં સીધા ૮,૦૦૦ રૃપિયાનો વધારો થઈ જશે. કેન્દ્રીય કર્મચારી સરકારથી ફિટમેન્ટ ફેકટરને ૨.૫૭થી વધીને ૩.૬૮ કરવાની માંગ કરી છે.ઙ્ગ

સરકાર વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીને મોંઘવારી ભથ્થામાં વધારો કરી આપે છે. જાન્યુઆરી અવે જુલાઈમાં સરકાર ડીએમાં વધારો કરે છે કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે ઝ્રખ્માં વર્ષનો પહેલો વધારો ફેબ્રુઆરીએ રજૂ થતા બજેટની સાથે અથવા બાદમાં કરી દેવામાં આવશે. જેથી હોલીના પહેલા તેની સેલેરીમાં વધારો થઈ શકે છે.ઙ્ગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર કર્મચારીઓના ઝ્રખ્માં સરકાર પાસેથી ૩થી ૫ ટકા વધારો કરી શકે છે. હાલ ૩૮ ટકાના દરથી કર્મચારીઓને ડીએ મળી રહ્યું છે.ઙ્ગ

મેંઘવારી ભથ્થુ સરકારી કર્મચારીઓની સેલેરી સ્ટ્રકચરનો ભાગ હોય છે. સરકાર દર છ મહિનામાં ડીએમાં ફેરફાર કરે છે. સપ્ટેમ્બરના મહિનામાં સરકારે કર્મચારીઓના ડીએમાં ૪ ટકાનો વધારો કર્યો હતો. જેનાથી ડીએ ૩૪ ટકા વધીને ૩૮ ટકા થયો હતો.

(3:11 pm IST)