Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ પછી કોંગ્રેસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી: પ્રથમ તબક્કામાં 17 ઉમેદવારોના નામની જાહેરાત

સુદીપ રૉય બર્મનને કોંગ્રેસે ફરી અગરતલાથી ઉતાર્યા

અગરતલા: ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ભાજપ પછી કોંગ્રેસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ તબક્કામાં 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સુદીપ રૉય બર્મનને કોંગ્રેસે ફરી અગરતલાથી ઉતાર્યા છે.

ત્રિપુરા ચૂંટણી માટે ભાજપની 48 ઉમેદવારોની યાદી જાહેર

ત્રિપુરા ચૂંટણી માટે ભાજપે 48 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બાર્દોવાલી બેઠક પરથી જ ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ધનપત બેઠક પરથી ચૂંટણી લડશે.

2020થી સંગઠનની કમાન સંભાળી રહ્યા હતા માણિક સાહા

2018માં ત્રિપુરામાં ભાજપ વિધાનસભા ચૂંટણી જીત્યુ હતુ અને બિપ્લવ દેવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, ત્યારે પ્રદેશ અધ્યક્ષની કમાન બિપ્લવ દેવ સંભાળી રહ્યા હતા. તે બાદ 2020માં પાર્ટી હાઇકમાને માણિક સાહાને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.

18 જાન્યુઆરીએ થઇ હતી ચૂંટણીની તારીખની જાહેરાત

18 જાન્યુઆરીએ ભારતીય ચૂંટણી પંચે પૂર્વોત્તરના ત્રણ રાજ્યમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. ત્રણેય રાજ્યમાં ગત વખતની જેમ આ વખતે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે 27 ફેબ્રુઆરી મતદાન થશે. ત્રણેય રાજ્યમાં ચૂંટણીના પરિણામ 2 માર્ચે આવશે.

(5:43 pm IST)