Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ડેરા પ્રમુખ ભઠિંડાના ડેરા સલાબતપુરામાં પોતાના અનુયાયીઓ સાથે યૂપીના બરનાવા આશ્રમથી ઓનલાઇન જોડાશે અને તેમણે પ્રવચન આપશે: કાર્યક્રમને લઇને પંજાબનું રાજકારણ ગરમાયુ

રાજ્ય સરકારે કરફ્યૂ લગાવીને ઓનલાઇન સત્સંગને રોકવો જોઇએ: પૂર્વ ડેપ્યુટી સીએમ સુખજિંદર સિંહ રંધાવા

રોહતક: ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમના પેરોલ વિરૂદ્ધ શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટી હાઇકોર્ટ જવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ બાબા રામ રહીમ યૂપીના એક આશ્રમમાં બેસીને પંજાબમાં સત્સંગ કરવાની તૈયારી કરી રહ્યા છે. જાણકારી અનુસાર ડેરા પ્રમુખ ભઠિંડાના ડેરા સલાબતપુરામાં પોતાના અનુયાયીઓ સાથે યૂપીના બરનાવા આશ્રમથી ઓનલાઇન જોડાશે અને તેમણે પ્રવચન આપશે. તંત્રએ 29 જાન્યુઆરીએ સત્સંગ કરવાની પરવાનગી પણ આપી દીધી છે. રામ રહીમના આ કાર્યક્રમને લઇને પંજાબનું રાજકારણ ગરમાયુ છે અને કાર્યક્રમનો વિરોધ થઇ રહ્યો છે.

રામ રહીમ 40 દિવસના પેરોલ પર બહાર આવ્યા બાદ ચર્ચામાં છે અને તેમના પંજાબમાં કાર્યક્રમનો કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યુ કે રાજ્ય સરકારે કરફ્યૂ લગાવીને ઓનલાઇન સત્સંગને રોકવો જોઇએ, તેમણે કહ્યુ કે રામ રહીમ પંજાબનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ વાતને સરકારે સમજવી જોઇએ.

ડેરા સચ્ચા સૌદા પ્રમુખને સંરક્ષણ આપવા માટે એસજીપીસીએ હરિયાણા સરકાર વિરૂદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એસજીપીસીના અધ્યક્ષ હરજિંદર સિંહ ધામીએ કહ્યુ કે પેરોલ મળવાની ખુશી કિરપાનથી કેક કાપીને રામ રહીમે શિખોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોચાડી છે. કિરપાનને શિખ ધર્મ આસ્થા સાથે જોડાયેલુ ચિન્હ માને છે અને તેનું અપમાન સહન નહી કરવામાં આવે.

શિરોમણી અકાલી દળે રામ રહીમને આપવામાં આવેલી પેરોલ સુવિધાના દૂરઉપયોગની ટિકા કરી છે. શિઅદના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યુ કે રામ રહીમ વિરૂદ્ધ ગુનાહિત કેસ ચાલી રહ્યો છે પરંતુ હરિયાણા સરકાર તેને વીવીઆઇપીના રૂપમાં માની રહી છે અને તેમણે પોતાનું પુરુ સમર્થન આપી રહી છે. બાદલે પંજાબી ભાષામાં લખેલા એક ટ્વીટમાં પેરોલ પર બહાર આવ્યા બાદ રામ રહીમ દ્વારા તલવારથી કેક કાપતા વીડિયોનો સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યુ હતુ કે શું અહી શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવા માટે કઇ બચ્યુ છે?

(5:44 pm IST)