Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ઇઝરાયેલમાં વધુ એક આતંકી હુમલાની ઘટના: . અંધાધૂંધ ફાયરિંગમાં બે લોકો ઘાયલ

પોલીસ ઘટનાસ્થળે દોડી વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરને ઠાર કર્યા

જેરુસલેમ: ઇઝરાયેલમાં શનિવારે વધુ એક આતંકી હુમલાની ઘટના સામે આવી હતી. અંધાધૂંધ ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા હતા. આ અંગે જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિસ્તારની ઘેરાબંધી કરી અને હુમલાખોરને ઠાર કર્યા હતો. આ હુમલો જેરુસલેમના ડેવિડ શહેર નજીક થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જાણ થતાની સાથે જ પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. સાથે જ  મૃત્યુ પામેલ હુમલાખોર વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે થોડા કલાકો પહેલા જ જેરુસલેમની બહારના એક યહૂદી મંદિરમાં પણ હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં  8 લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.મહત્વનું છે કે યરુશલમમાં આ હુમલો શરણાર્થી કેમ્પમાં ઈઝરાયેલી સેના દ્વારા કરાયેલી આ કાર્યવાહીના એક દિવસ બાદ થયો છે. આ મામલે પોલીસે એન્કાઉન્ટરમાં હુમલાખોરને ઠાર માર્યા હતા.

ઇઝરાયલ પોલીસે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવતા જણાવ્યું કે આ પૂર્વ યરુસલમના યહૂદી વિસ્તાર નેવે યાકોવમાં થયો હતો. આ મામલે ગાઝામાં હમાસના પ્રવક્તા હાઝેમ કાસિમે જણાવ્યું હતું કે આ ઓપરેશન જેનિનમાં કરાયેલ કબજાનો જવાબ છે. પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદે આ હુમલાની પ્રશંસા કરી હતી. તો અમેરિકાએ આ હુમલાની નિંદા કરી હતી.

કલાકો પહેલા જ હુમલામાં 8 લોકોના થયા હતા મોત ઇઝરાયલના જેરુસલેમમાં એક સિનેગોગમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇઝરાયલના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, આ ગોળીબાર એક આતંકવાદી હુમલો છે. પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 9 લોકો માર્યા ગયાના એક દિવસ બાદ આ હુમલો થયો હતો અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલો શુક્રવારે રાત્રે લગભગ 8.15 વાગ્યે જેરુસલેમના નેવા યાકોવ સ્ટ્રીટ પર આવેલા એક સિનેગોગમાં થયો હતો.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, જેરુસલેમના સિનેગોગ (synagogue) પરિસરમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે પહોંચીને તબીબોની ટીમે ઈજાગ્રસ્તોની સારવાર કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કથિત હુમલાખોરને પણ બાદમાં ઠાર મારવામાં આવ્યો છે. ગુરુવારે જેનિન શહેરમાં ઇઝરાયલી સુરક્ષા દળોએ એક શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. જેમાં એક વૃદ્ધ મહિલા સહિત 9 લોકોના મોત થયા હતા.

નોંધનીય છે કે, પશ્ચિમ કાંઠે ઇઝરાયલી સુરક્ષા દળોના હુમલામાં નવ લોકોના મોત થયા બાદ આ વર્ષે અત્યાર સુધીમાં 29 પેલેસ્ટાઈનના લોકોના મોત ઇઝલાયલી સુરક્ષા દળોના હુમલામાં થઈ ચૂક્યા છે. આ સાથે જ ગાઝાથી થઈ રહેલા રોકેટ હુમલાના જવાબમાં ઇઝરાયલે મધ્ય ગાઝા પટ્ટીમાં મોટા પાયે હવાઈ હુમલા પણ કર્યા છે. ઇઝરાયલે શુક્રવારે કહ્યું હતું કે, તેની સેનાના દરોડાઓએ આતંકવાદી સંગઠન હમાસની શસ્ત્રો ઉત્પાદન ક્ષમતાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઇઝરાયલી સંરક્ષણ દળે જણાવ્યું હતું કે, તેમના હુમલાનું લક્ષ્ય મધ્ય ગાઝામાં મગાઝી રિફ્યૂઝી કેમ્પમાં રોકેટ બનાવવાની એક ફેક્ટરી હતી.

(7:49 pm IST)