Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

કાંગારુ બેટ્સમેન ડેવિડ વોર્નર પર ચડ્યો પઠાણનો કેફ : ઇંસ્ટાગ્રામ પર શેર કરી મજેદાર રીલ : ડેવિડ વોર્નર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં એક્શનમાં જોવા મળશે

સિડની : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ અને IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા સિનિયર અને અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાના કેટલાક વીડિયો અને ફોટો પોસ્ટ કરતો રહે છે.

તો હવે તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાહરૂખ ખાનની નવી ફિલ્મ પઠાણનો વીડિયો પોસ્ટ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં ડેવિડ વોર્નર બિલકુલ શાહરૂખ ખાન જેવો દેખાઈ રહ્યો છે, તો બીજી તરફ ક્રિકેટ ચાહકો વોર્નરના આ વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

લોકોતેના આ વિડીયો પીઆર રમૂજી કોમેંટ્સ કરતાં જોવા મળી રહ્યા છે. ડેવિડ વોર્નરના આ વીડિયો પર બોસ ઓફ બાલી નામના યુઝરે 'ઓસ્કર નોમિનેશન ઇનકમિંગ' કોમેન્ટ કરી અને બીજી તરફ વૈભવ ચિલુકા નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે 'ડેવિડ ખાન' લખ્યું. અન્ય એક યુઝરે લખ્યું કે તમે ભારતીય હીરો વોર્નર ભાઈ છો, ટોલીવુડ તમારું સ્વાગત કરે છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો આ વિસ્ફોટક બેટ્સમેન હવે 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચાર મેચની ટેસ્ટ સીરિઝ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રમતા જોવા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે ચાલી રહેલી બિગ બેશ લીગમાં ડેવિડ વોર્નરની ટીમ સિડની થંડર 27 જાન્યુઆરીએ બ્રિસ્બેન હીટ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

આ સિવાય જો તમને 36 વર્ષીય ડેવિડ વોર્નરના ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર વિશે જ્ણાવીએ તો તે અત્યાર સુધી કાંગારુ ટીમ માટે 101 ટેસ્ટ, 141 વનડે અને 99 ટી-20 મેચ રમી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે વોર્નરે ટેસ્ટમાં 8132 રન, વનડેમાં 6007 રન અને ટી20 ક્રિકેટમાં 2894 રન બનાવ્યા છે. આ સિવાય વોર્નરના નામે ટેસ્ટમાં 25, વનડેમાં 19 અને ટી20માં 1 સદી નોંધાઈ છે.

(9:09 pm IST)