Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વડાપ્રધાન તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી બિલ્વ પૂજા સેવા : રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ અને સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ મંદિર પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી

: માત્ર 21 ₹ માં ભકતો ઓનલાઇન અને વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા નોંધાવી શકશે શ્રી સોમનાથ મહાદેવની બિલવપુજા : શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે

સોમનાથ : સોમનાથ ટ્રસ્ટે શિવરાત્રી ના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી "બિલ્વપુજા સેવા" માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે કોઈ પણ ભક્ત તરફથી શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકાશે.

રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના  મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી જેઓ સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ છે અને સોમનાથ યાત્રા ધામ ના સર્વ ગ્રાહી વિકાસ માટે સતત માર્ગદર્શન આપી અનેક સુવિધાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિકસાવી રહ્યા છે. તેમની પ્રેરણા થી આ બિલ્વ પૂજા સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકોના આપેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે.

આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની   વેબસાઈટ somnath.org પર જઈને પુજા નોંધાવી શકશે અથવા ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂજા નોંધાવી શકાશે.

(10:58 pm IST)