Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મેમ્ફિસના 5 પોલીસકર્મીઓએ ટાયર નિકોલ્સ નામના 1 અશ્વેત યુવકની નિર્દયતાથી મારી-મારી ને હત્યા કરી : સમગ્ર અમેરિકામાં પ્રચંડ પ્રદર્શન : જ્યોર્જ ફ્લોયડ કેસની યાદો તાજી થઈ : ઘટનાનો વિડીયો થયો વાયરલ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ ઘટનાને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો : મૃતકના પરિજનોએ સમર્થકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા વિનંતી કરી

મેમ્ફિસ : પોલીસે જાહેર કરેલો વીડિયો 1 કલાકનો છે, જેમાં મેમ્ફિસના 5 પોલીસ અધિકારીઓ 29 વર્ષના ટાયર નિકોલ્સને નિર્દયતાથી મારતા જોવા મળે છે. નિકોલ્સના મૃત્યુના કારણે સમગ્ર અમેરિકામાં પ્રચંડ વિરોધ થયો છે. મૃતકના પરિજનોએ સમર્થકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા વિનંતી કરી છે.

વોશિંગ્ટન. અમેરિકાના ટેનેસી રાજ્યમાં જ્યોર્જ ફ્લોયડની ઘટનાની યાદ અપાવતા અશ્વેત વ્યક્તિને માર મારવા બદલ પાંચ પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મેમ્ફિસ પોલીસ વિભાગ દ્વારા શુક્રવારે આ ઘટનાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મેમ્ફિસ પોલીસ અધિકારીઓની અશ્વેત વ્યક્તિ પ્રત્યેની નફરત જોવા મળી હતી. વીડિયોમાં મેમ્ફિસના પાંચ પોલીસકર્મીઓ મૃત ટાયર નિકોલ્સને નિર્દયતાથી મારતા જોવા મળે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, તેમણે કહ્યું કે 'મેં ટાયર નિકોલ્સની મારપીટનો વીડિયો જોયો, 'હું ખૂબ જ દુઃખી છું કે એક નિર્દોષને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.'

ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, વાયરલ વીડિયો 3 મિનિટનો છે, જ્યારે પોલીસે જાહેર કરેલો વીડિયો 1 કલાકનો છે. જેમાં મેમ્ફિસના 5 પોલીસ અધિકારીઓ 29 વર્ષીય ટાયર નિકોલ્સને નિર્દયતાથી મારતા જોવા મળે છે. નિકોલ્સના મૃત્યુના કારણે સમગ્ર અમેરિકામાં વિરોધ થયો છે. મૃતકના પરિજનોએ સમર્થકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા વિનંતી કરી છે.

(10:43 pm IST)