Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાજકોટ શહેર કમિશ્નરેટ વિસ્તારમાં કાલ બુધવારથી તમામ આર્થિક વ્યાપારિક પ્રવૃતિઓ જેવી કે દુકાનો, વાણિજયક સંસ્થાઓ, રેસ્ટોરેન્ટસ (Take way service સિવાય) તમામ લારી ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણીક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા થીયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હૉલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોમર્શીયલ કોમ્પ્લેક્સ એમ બધુ જ બંધ: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું જાહેરનામું

રાજકોટઃ કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણને પગલે અગાઉના જાહેરનામામાં સુધારો કરી નવું જાહેરનામું બહાર પડાયું છે. પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે બહાર પાડેલા જાહેરનામા મુજબ આવતીકાલથી 5મી મે સુધી શહેરની તમામ દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, વાણિજ્યક સંસ્થાઓ સહિત બધું બંધ રહેશે. આ જાહેરનામું રાજકોટ કમિશનરેટ એરિયામાં લાગૂ પડશે. જાહેરનામું આ મુજબ છે.

(12:00 am IST)