Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

મેના મધ્યમાં કોરોના ટાઢો પડશે : જુલાઇમાં સ્થિતિ સામાન્ય

આઇઆઇટી કાનપુરના પ્રોફેસરનો દાવો : કોરોનાની બીજી લહેર હવે શાંત પડી જવાની છે : કોવિડ-૧૯ હવે પીક ઉપર છે : મેના પ્રથમ સપ્તાહથી કેસ ઘટવા લાગશે : કોરોનાને સાવ શાંત થતા હજુ બે થી અઢી મહિના લાગશે

કાનપુર તા. ૨૮ : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે લોકોને ભયભીત કરી દીધા છે. લોકો પોતાના સ્વજનોને પોતાની આંખો સામે વિદાય લેતા નિહાળી રહ્યા છે પરંતુ ઇચ્છતા હોવા છતાં કશું કરી શકતા નથી. હોસ્પિટલોમાં બેડ અને ઓકસીજનની અછત છે. સરકાર સ્થિતિ ઉપર કાબુ મેળવવા દિવસ - રાત એક કરે છે પણ સંક્રમણ કેમેય કરીને ઘટતું નથી. હવે નિષ્ણાંતોએ એવો દાવો કર્યો છે કે લોકોને ડરાવી રહ્યો છે કહેવાય છે કે બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં સ્થિતિ થાળે પડતા જુલાઇ સુધીનો સમય લાગી શકે છે. જો કે નિષ્ણાંતોએ કહ્યું છે કે મેના બીજા સપ્તાહ સુધીમાં કોરોનાના કેસ પીક સુધી પહોંચી જશે પણ સંક્રમણ દર ન્યુનત્તમ આવવામાં અઢી મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે.

આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિન્દર અગ્રવાલ સૂત્ર મોડેલનો ઉપયોગ કરીને જણાવે છે કે, અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસની પીક મેના પ્રથમ સપ્તાહમાં આવવી શરૂ થશે અને મેના મધ્યથી સંક્રમણમાં ઘટાડાનો દોર શરૂ થશે પણ દેશમાં સ્થિતિ સામાન્ય થતા જુલાઇ સુધીનો સમય લાગશે.

કોરોનાની બીજી લહેરના કારણે સતત રોજ ૩ લાખથી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેને રોકવા માટે રસીકરણ અને ટેસ્ટિંગ પર ભાર મુકવામાં આવ્યો છે. આ દરમિયાન અનેક એકસપર્ટ્સનું કહેવું છે કે કોરોનાનો પીક જલ્દી આવશે. એકસપર્ટના જણાવ્યાનુસાર મેના પહેલા એઠવાડિયામાં કોરોનાનો પીક આવ્યો અને મામલા ઓછા થવા લાગશે.

આઈઆઈટી કાનપુરે હત ૭ દિવસોમાં દેશના અલગ અલગ ભાગોમાં કોરોનાને લઈને એક મેથેમેટિકલ સ્ટડી કર્યુ છે. આ સ્ટડીના આધાર પર આ નિષ્કર્ષ નિકળ્યુ છે કે મેના પહેલા અઠવાડિયામં કોરોના પીક પર હશે અને તેની સ્પીડ ઘટવા લાગશે. આઈઆઈટી પ્રોફેસર મનિંદર અગ્રવાલના જણાવ્યાનુસાર આ સ્ટડી ગણિત વિજ્ઞાનના આધાર પર કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે ભારતનો પીક એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં આવશે. એ બાદ કેસ ઓછા થઈ જશે. આ ગ્રાફ તેમણે હત વર્ષ ફેલાયેલા સંક્રમણના આધાર પર બનાવીને તૈયાર કર્યો છે.

તેમનું માનવું છે કે આ કોરોના વાયરસ ૭ દિવસ સુધી વધારે અસરકારક રહેશે. દેશમાં જે રાજયોમાં કોરોના વધારે ઘાતક છે ત્યાંના કેસ અને વાયરસનું અધ્યયન કરતા ડેટા અનુસાર ગ્રાફ તૈયાર કર્યો છે. દરેક રાજયો માટે અલગ અલગ ગ્રાફ તૈયાર કરતા કોરોનાનો પીક ટાઈમ જણાવ્યો છે. ગણિતીય મોર્ડલના માધ્યમથી કોરોનાના વધતા સંક્રમણના કેસ પર જે અધ્યયન કરવામાં આવ્યુ છે તે મુજબ ૧૫ મેની આસપાસ કોરોનાના એકિટવ કેસ ૩૩થી ૩૫ લાખથી નજીક પહોંચી ગયા છે.

આ સવાલના જવાબમાં આઈઆઈટીની સ્ટડી મુજબ ઉત્તર પ્રદેશમાં ૩૫૦૦૦ કેસ રોજના આવી શકે છે. દિલ્હીમાં આ સંખ્યા ૩૦૦૦૦ પ્રતિદિન થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ૧૧૦૦૦, રાજસ્થાનમાં ૧૦૦૦૦ અને બિહારમાં ૯૦૦૦ પ્રતિદિનના હિસાબે કોરોના વાયરસ કેસ જોઈ શકાય છે.

કોરોના વાયરસને લઈને કરવામાં આવેલી આ સ્ટડીમાં વૈજ્ઞાનિકોનો એમ પણ દાવો છે કે મહારાષ્ટ્રમાં કોરોના હવે પીક પકડી ચૂકયો છે. ૩૦ એપ્રિલ આવતા આવતા ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં કોરોના પોતાના અંતિમ ચરણ પર હશે અને પછી ઘટશે.

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૭૯,૮૮,૬૩૭ થઈ ગઈ છે. જયારે રાષ્ટ્રીય સ્તર પર સાજા થનારાનો દર ઘટીને ૮૨.૫૪ ટકા થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર સંક્રમણથી ૩૨૮૫ લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુ આંક ૨,૦૧, ૧૬૫ થઈ ગયો છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા વધીને ૨૯, ૭૨, ૧૦૬ થઈ ગઈ. જે કુલ સંક્રમિતોના ૧૬.૩૪ ટકા છે. ત્યારે રાષ્ટ્રીય સ્તર પર કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને ૮૨.૫૪ ટકા થઈ ગયો છે. મંત્રાલયના જણાવ્યાનુસાર સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને ૧,૪૮,૦૭,૭૦૪ થઈ છે.

(10:27 am IST)