Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

કોવિશીલ્ડ અને કોવેકસીન કોરોનાના ભારતીય વેરિયન્ટ ઉપર પણ અસરદાર

સાર્સ-કોવ-૨ના B.1.617 સ્વરૂપ પર રસીના પ્રભાવના વિશ્લેષણથી જાણી શકાય છે કે રસીકરણ બાદ સંક્રમણ થતાં બીમારીના લક્ષણ હળવા હોય છે

નવી દિલ્હી તા. ૨૮ : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. કોરોનાની વિરૂદ્ઘ રસીકરણમાં કોવિશીલ્ડ અને કોવેકસીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક સ્ટડી મુજબ, આ બંને વેકસીન કોરોના વાયરસના ભારતીય સ્વરૂપની વિરૂદ્ઘ પણ પ્રભાવી છે. રસીકરણ બાદ સંક્રમણની સ્થિતિમાં વ્યકિતમાં હળવા લક્ષણ સામે આવે છે.

વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) હેઠળ આવનારા જીનોમિકસ અને એકીકૃત જીવવિજ્ઞાન સંસ્થાન (IGIB)ના નિદેશક અનુરાગ અગ્રવાલે એક સ્ટડીના પ્રારંભિક પરિણામોના હવાલાથી આ જાણકારી આપી. તેઓએ કહ્યું કે સાર્સ-કોવ-૨ના B.1.617 સ્વરૂપ પર રસીના પ્રભાવના આકલનથી જાણી શકાય છે કે રસીકરણ બાદ સંક્રમણ થતાં બીમારીના લક્ષણ હળવા હોય છે.

કોરોના વાયરસના B.1.617 સ્વરૂપને ભારતીય સ્વરૂપ કે ડબલ ઉત્પરિવર્તનવાળું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. સ્ટડીમાં વાયરસના આ સ્વરૂપ પર ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતી બંને રસીઓ પ્રભાવી હોવાની વાત સામે આવી છે.

અનુરાગ અગ્રવાલે ટ્વીટ કર્યું કે, કોવિશીલ્ડ અને કોવેકસીનની રસી બાદ B.1.617ની પ્રારંભિક સકારાત્મક ન્યૂટ્રલાઇઝેશનની સ્ટડીમાં જાણવા મળ્યું છે કે સંક્રમણના હળવા લક્ષણ મળે છે. આ સકારાત્મક છે. અમને સંક્રમણ સુરક્ષાની સારી સમજ માટે માત્રાત્મક ડેટા મળે છે.

CSIR હેઠળ હૈદરાબાદમાં સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલિકયૂલર બાયોલોજી દ્વારા કરવામાં આવેલા એક અન્ય અધ્યયનથી જાણવા મળ્યું છે કે આ બંને વેકસીનની ન્યૂટ્રિલાઇઝેશન પરખનો ઉપયોગ કરનારા પ્રારંભિક પરિણામ જણાવે છે કે બંને કન્વેન્સેન્ટ (પૂર્વ સંક્રમણ) અને B.1.617ની વિરુદ્ઘ સુરક્ષા પ્રદાન કરે છે.

CCMBના નિદેશક મુકેશ મિશ્રાએ થોડા દિવસો પહેલા ટ્વીટ કર્યું હતું કે, ખૂબ પ્રારંભિક પરંતુ ઉત્સાહજનક પરિણામઃ #Covishield #B1617Gથી બચાવે છે. આ વિટ્રો ન્યૂટ્રિલાઇઝેશનનો ઉપયોગ કરનારા પ્રારંભિક પરિણામ જણાવે છે કે બંને કન્વેન્સેન્ટ (પૂર્વ સંક્રમણ) અને B.1.617ની વિરૂદ્ઘ સુરક્ષા પ્રદાન કરે છે.

B.1.617 વેરિયન્ટમાં ત્રણ નવા સ્પાઇક પ્રોટીન મ્યૂટેશન છે. તેમાંથી બે મ્યૂટેશન- E484Q અને L452R એન્ટીબોડી- આધારિત ન્યૂટ્રલાઇઝેશન માટે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં છે. ત્રીજું ઉત્પરિવર્તન- P681R – વાયરસ કોશિકાઓને થોડી સારી નોંધવાની મંજૂરી આપે છે. આ સૌથી વધુ ખતરનાક અને જીવલેણ છે.

(10:28 am IST)